Home> India
Advertisement
Prev
Next

કોરોના સંકટ વચ્ચે આ રાજ્યમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, અધિકારીઓએ તૈયારી શરૂ કરી

કોરોના વાયરસનો (Corornavirus) કહેર યથાવત્ત છે. બીજી તરફ એ વાતના સંકેત મળી રહ્યા છે કે, કોરોના મહામારી વચ્ચે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્યચૂંટણી અધિકારીએ યોગ્ય સમયે ચૂંટણી કરાવવા માટેના સંકેત આપ્યા છે. મંગળવારે બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારી મુદ્દે પ્રથમ વીડિયો કોન્ફરન્સિંગ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તમામ DM અને ચૂંટણી અધિકારીઓ હાજર હતા.

કોરોના સંકટ વચ્ચે આ રાજ્યમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, અધિકારીઓએ તૈયારી શરૂ કરી

નવી દિલ્હી : કોરોના વાયરસનો (Corornavirus) કહેર યથાવત્ત છે. બીજી તરફ એ વાતના સંકેત મળી રહ્યા છે કે, કોરોના મહામારી વચ્ચે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્યચૂંટણી અધિકારીએ યોગ્ય સમયે ચૂંટણી કરાવવા માટેના સંકેત આપ્યા છે. મંગળવારે બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારી મુદ્દે પ્રથમ વીડિયો કોન્ફરન્સિંગ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તમામ DM અને ચૂંટણી અધિકારીઓ હાજર હતા.

fallbacks

મહારાષ્ટ્રને ધમરોળે તેવી શક્યતા વાળા તોફાનનું નામ 'નિસર્ગ' જ શા માટે પડ્યું?

બેઠક બાદ મુખ્ય ચૂંટણી અધિકારી એચ.આર શ્રીવાસ્તવે જણાવ્યું કે, કોરોના સંક્રમણ લાંબુ ચાલશે. જેના કારણે આપણે તૈયારીઓ ચાલુ કરી દેવી પડશે. આજની બેઠકમાં અમે તમામ DM ને કહ્યું છે કે, ચૂંટણી સંબંધીત તૈયારીઓ શરૂ કરો. ઇવીએ સંધારણ, એપિક સંધારણથી માંટીને ચૂંટણી સંબંધિત કામ કાજને આગળ વધારવાનુ શરૂ કરે.

મહારાષ્ટ્રમાં ભયાનક સ્વરૂપ ધારણ કરશે 'નિસર્ગ', 120 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન

મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ જિલ્લાઓને નિર્દેશ આપ્યા કે, વોટર લિસ્ટ, વોટર આઇડી, ઇવીએમની સ્થિતી મુદ્દે અદ્યતન રિપોર્ટ ચૂંટણી આુક્તને ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમણે કોવિડ 19ના કારણે થઇ રહેલી પરેશાની મુદ્દે કહ્યું કે, એવી સ્થઇતીમાં ચૂંટણી અંગેની તૈયારી કરવાની છે. પંચે તેમ પણ જણાવ્યું કે, ચૂંટણી પંચનો જે નિર્ણય હશે તેના અનુસાર જ આગળની તૈયારીઓ પુર્ણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. બિહારમાં 243 સીટો માટે મતદાન થવાનું છે. બિહાર વિધાનસભાનો કાર્યકાળ 24 નવેમ્બરે પુર્ણ થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More