પટણા: બિહાર ભાજપ (Bihar BJP) માં કોરોના (Corona Virus) ને લઈને હડકંપ મચ્યો છે. એક સાથે 75 જેટલા નેતા અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. ગઈ કાલે બધાના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. આજે સવારે તેના રિપોર્ટ આવ્યાં. ગઈ કાલે 100 લોકોના સેમ્પલ લેવાયા હતાં.
Corona Update: દેશમાં કોરોનાના કેસ 9 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 28 હજાર કરતા વધુ દર્દીઓ
સંગઠન મહામંત્રી નાગેન્દ્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નાગેન્દ્રનું થોડા મહિના અગાઉ જ હાર્ટનું ઓપરેશન થયું છે. પ્રદેશ મહાસચિવ દેવેશકુમારનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપાધ્યક્ષ રાજેશ વર્મા, પૂર્વ એમએલસી રાધામોહન શર્મા પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. ભાજપની ઓફિસમાં કામ કરનારા 3 કર્મચારીઓનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બિહાર ભાજપનું પ્રદેશ કાર્યાલય સંક્રમણ ક્ષેત્ર બની ગયું છે. ઓફિસમાં સફાઈ કરનારા 3 કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. હાલમાં જ એક બેઠક દરમિયાન નેતાઓના સંક્રમિત હોવાની વાત સામે આવી રહી હતી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે