પટનાઃ બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. સોમવારે બિહાર ભાજપના ઉપાધ્યક્ષ રાજેન્દ્ર સિંહ લોક જનશક્તિ પાર્ટી (LJP)માં જોડાયા છે. ચિરાગ પાસવાને રાજેન્દ્ર સિંહને એલજેપીનું સભ્ય પદ આપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે રાજેન્દ્ર સિંહ હવે દિનારા વિધાનસભા સીટથી ચૂંટણી લડી શકે છે.
એલજેપીમાં સામેલ થયા બાદ રાજેન્દ્ર સિંહે કહ્યુ કે, દિનારા સીટની જનતાના દબાવમાં આ ક્ષેત્રથી ચૂંટણી લડવા જઈ રહ્યો છું. લોકોના ભરપૂર પ્રેમને નજરઅંદાજ ન કરી શકું. મેં કોઈપણ સ્થિતિમાં આ ક્ષેત્રમાંથી ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. આ વિશે એલજેપી સાથે વાત થઈ ગઈ છે. મહત્વનું છે કે દિનારા સીટ જેડીયૂના ખાતામાં ગઈ છે. અહીંથી નીતીશ કુમારે મંત્રી જય કુમાર સિંહને ટિકિટ આપી છે.
એનડીએથી અલગ થઈ ચૂંટણી લડશે LJP
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એલજેપીએ જેડીયૂ વિરુદ્ધ ઉમેદવાર ઉતારવા અને ભાજપનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં એલજેપીએ બિહારમાં નરેન્દ્ર મોદીના નામ અને કામ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. બિહારમાં 143 સીટો પર એલજેપી અને જેડીયૂના ઉમેદવાર આમને-સામને હશે.
ભાજપે લોજપાને આપ્યો મહત્વનો સંદેશ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ લોકજનશક્તિ પાર્ટી (એલજેપી)ને મોટો સંદેશ આપ્યો છે. ભાજપે ચિરાગ પાસવાન અને એલજેપીને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તે બિહાર ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના નામને લઈને મત ન માગી શકે. ભાજપના સૂત્રોનું કહેવુ છે કે એલજેપીને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બિહાર ચૂંટણીમાં કોઈપણ પ્રકારથી ભાજપનું નામ લે નહીં. કારણ કે બિહારમાં બંન્ને પાર્ટી અલગ-અલગ લડી રહી છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે