પટણા: બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારની અધ્યક્ષતામાં બિહાર કેબિનેટની આજે મહત્વપૂર્ણ બેઠક થઈ જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા તથા 17 એજન્ડાઓને સ્વીકૃતિ અપાઈ.
AN-32 વિમાનના કાટમાળની પહેલી તસવીર આવી સામે, આવતી કાલથી શરૂ થશે રેસ્ક્યુ ઓપરેશન
કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો કે હવે માતા પિતાની સેવા સંતાનોએ ફરજિયાત કરવી પડશે. બિહારમાં જે સંતાનો માતા પિતાની સેવા નહીં કરતા હોય અને માતા પિતાએ તેમની ફરિયાદ કરી તો તેવા સંતાનોને જેલમાં જવું પડી શકે છે. આ સાથે જ બિહાર કેબિનેટમાં સીએમ વૃદ્ધા પેન્શન યોજનાને હવે રાઈટ ટુ સર્વિસ એક્ટમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે.
જુઓ LIVE TV
નિતિશ સરકારે દારૂબંધી અને દહેજપ્રથાને બંધ કરવા જેવા નિર્ણયો લીધા બાદ સામાજિક કુરીતિ દૂર કરવા માટે આ એક મોટો પ્રયત્ન કર્યો છે. આ સાથે કાશ્મીરના પુલવામામાં આતંકી ઘટનાઓમાં શહીદ બિહારી જવાનના આશ્રિતોને રાજ્ય સરકાર નોકરી આપશે. ભાગલપુરના શહીદ રત્નકુમાર ઠાકુર અને બેગુસરાયના પિન્ટુકમાર સિંહના આશ્રિતોને નોકરી મળશે.
આ સાથે જ નિતિશકુમારની કેબિનેટે નિર્ણય લીધો છે કે ગુણવત્તા પૂર્ણ બીજ માટે 76.56 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. તથા ભાગલપુરમાં ગંગા નદી પર વિક્રમશીલા સેતુને સમાન્તર પુલનિર્માણ ઉપર પણ મહોર વાગી ગઈ છે. આ પુલ 3 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે