Home> India
Advertisement
Prev
Next

લાખો સારા કામ કરો પરંતુ એક કામ ખોટુ થઇ જાય તો લોકો બદનામ કરવા લાગે છે

પટનામાં આયોજીત એક કાર્યક્રમમાં મુજફ્ફરપુર કાંડ અંગે નીતીશ કુમારે કહ્યું કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહી આવે

લાખો સારા કામ કરો પરંતુ એક કામ ખોટુ થઇ જાય તો લોકો બદનામ કરવા લાગે છે

પટના : મુજફ્ફરપુર જિલ્લામાં એક આશ્રય ગૃહમાં 34 કિશોરીઓ સાથે દુષ્કર્મનો મુદ્દો બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના ગળાનો ફાંસલો બની ચુક્યો છે. આ ઘટના પર આલોચના સહી રહેલા નીતીશે રવિવારે પટનાના એક કાર્યક્રમમાં કહ્યું કે, લાખ સારા કામ કરવા છતા પણ જો એકાદ ખરાબ કામ સામે આવી જાય તો ચારેતરફથી આલોચના થવા લાગે છે. આ દરમિયાન નીતીશ કુમારે કહ્યું કે, કોઇ પણ ગુનાખોરને છોડવામાં નહી આવે. 

fallbacks

મુજફ્ફરપુર કાંડ મુદ્દે બિહારથી દિલ્હી સુધી નીતીશ સરકારની જે ફજેતી થઇ રહી છે તેનાથી મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ દબાણમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ દિલ્હીના જંતર-મંતર પર વિપક્ષ એક જોવા મળ્યું. બીજી તરફ દિલ્હી -મંતર પર દેખાયેલા વિપક્ષી એકતાએ તેમની પરેશાની વધારી દીધી છે. નીતીશે પટનામાં કહ્યું કે, અમે કોઇને પણ છોડવાા નથી. અમે આજ સુધીમાં કોઇ પણ મુદ્દે કોઇ સમજુતી કરી નથી. બાકી અમને જ ગાળો આપવી હોય તો આપો. કેવા કેવા લોકો અમને ગાળો ભાંડી રહ્યા છે. 

નીતીશે કહ્યુ કે, આ મુદ્દે થઇ રહેલી કાર્યવાહી વધારે સકારાત્મક પાસા પર પણ ધ્યાન આપવામાં આવવું જોઇએ. એકાદી નકારાત્મક વસ્તું થઇ ગઇ હોય તે તેના મુદ્દે ચાલી રહી છે. જે ગોટાળા કરશે તે જેલ જશે. તેને બચાવનારો પણ નહી બચે. તે પણ જેલમાં જશે. મુખ્યમંત્રી નીતીશ કુમારે સતત જીવિકોપાર્જન યોજનાના શુભારંભ કાર્યક્રમમાં લોકોને યાદ અપાવ્યું કે તેમણે કઇ રીતે બિહારમાં કાયદાનું રાજ સ્થાપિત કર્યું. સાથે જ તેમણે કહ્યું કે નીતીશ સરકાર સતત જીવિકોપાર્જન યોજના હેઠળ તે ગરીબ પરિવારોની મદદ  કરશે જેની સામે દારૂબંધી બાદ રોજીરોટીનું સંકટ પેદા થઇ ચુક્યું છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ  ગરીબ પરિવારોને આર્થિક મદદ અપાવવા માટેનું લક્ષ્યાંક છે. તેમણે કહ્યું કે, દારૂબંધીનો નિર્ણય તેમણે મહિલાઓની માંગ બાદ જ કહ્યું હતું. 

નીતીશની વિરુદ્ધ વિપક્ષ એક થયું.
ઉલ્લેખનીય છે કે, શનિવારે મુજફ્ફરપુરકાંડ મુદ્દે સંપુર્ણ વિપક્ષ નીતીશ કુમારની સરકાર વિરુદ્ધ એકજુથ જોવા મળ્યું અને દિલ્હીના જંતર-મંતર પર વિરોધ નોંધાવ્યો. આ પ્રદર્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાજદ નેતા તેજસ્વી યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, માકપા મહાસચિવ સીતારામ યેચુરી, ભાકપા નેતા ડી.રાજા અને જદયુનાં બાગી નેતા શરદ યાદવ સહિત અલગ અલગ પાર્ટીઓનાં નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More