Home> India
Advertisement
Prev
Next

Watch Video: સ્ટેજ પર અચાનક CM નીતિશકુમારનો પગ લપસ્યો અને પછી જે થયું....જુઓ વીડિયો

Watch Video: બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પટણા યુનિવર્સિટીમાં એક ઉદ્ધાટન કાર્યક્રમમાં ગયા અને પછી જે થયું તે જોઈને ત્યાં હાજર લોકો બે ઘડી સ્તબ્ધ થઈ ગયા. વાત જાણે એમ બની કે સ્ટેજ પર તેમનો પગ લપસ્યો અને માંડ માંડ પડતા પડતા બચ્યા. 

Watch Video: સ્ટેજ પર અચાનક CM નીતિશકુમારનો પગ લપસ્યો અને પછી જે થયું....જુઓ વીડિયો

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પટણા યુનિવર્સિટીમાં એક ઉદ્ધાટન કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનો પગ લપસી ગયો અને તેઓ પડી ગયા. જો કે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેમને પકડી લીધા અને નીચે પડે તે પહેલા જ સંભાળી લીધા. આ દરમિયાન બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પણ હાજર રહ્યા હતા. 

fallbacks

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે તેઓ શિક્ષક દિવસના અવસરે પટણા યુનિવર્સિટીના વ્હીલર સીનેટ હાઉસનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પણ હાજર હતા. બંને નેતાઓ પડદો હટાવવા માટે દોરી ખેંચી રહ્યા હતા અને ત્યાં જ નીતિશકુમારનો પગ લપસી પડ્યો અને તેઓ પડી ગયા. 

જો કે પછી તેઓ ઊભા થયા અને હોલનું ઉદ્ધાટન પણ કર્યું અને પછી રાજ્યપાલ સાથે ઊભા રહીને ફોટો પણ પડાવ્યો. હકીકતમાં જે બાજુ ઊભા રહીને નીતિશકુમાર પડદાની ડોર ખેંચી રહ્યા હતા તે જગ્યા સમતળ ન હતી અને આ કારણે તેમનો પગ લપસી ગયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More