Home> India
Advertisement
Prev
Next

બિહારમાં ફરીથી નીતિશ સરકાર, આ દિવસે લઈ શકે છે મુખ્યમંત્રી પદના શપથ 

બિહાર (Bihar) માં નવી સરકારની રચનાની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. ચૂંટણી પંચ આજે રાજ્યપાલને નવા વિધાયકોની સૂચિ સોંપશે. રાજભવનમાં સૂચિ આવ્યા બાદ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. 16મી વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થાય છે. આથી નવી સરકારની રચના તે પહેલા થઈ જવી જોઈએ.

બિહારમાં ફરીથી નીતિશ સરકાર, આ દિવસે લઈ શકે છે મુખ્યમંત્રી પદના શપથ 

પટણા: બિહાર (Bihar) માં નવી સરકારની રચનાની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. ચૂંટણી પંચ આજે રાજ્યપાલને નવા વિધાયકોની સૂચિ સોંપશે. રાજભવનમાં સૂચિ આવ્યા બાદ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. 16મી વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થાય છે. આથી નવી સરકારની રચના તે પહેલા થઈ જવી જોઈએ. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ 16 નવેમ્બરે શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે. નીતિશકુમાર (Nitishkumar)  આ વખતે સાતમીવાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૌથી પહેલા તેમણે વર્ષ 2000માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 

fallbacks

સરકારના સ્વરૂપ થશે વાત
આ બાજુ ભાજપે સ્પષ્ટ કરી દીધુ છે કે રાજ્યમાં નીતિશકુમારના નેતૃત્વ હેઠળ જ સરકાર બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ નીતિશકુમાર 16 નવેમ્બરે શપથ લઈ શકે છે. 7મી વાર રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા નીતિશકુમાર આજે મીડિયા સાથે વાત કરી શકે છે. બુધવારે રાતે જેડીયુની કોર કમિટીની બેઠક થઈ હતી. જેમાં સરકારની રચના અંગે મંથન થયું. જો કે ભાજપના મોટા નેતાઓની સાથે મંથન બાદ જ સરકારના સ્વરૂપ પર નિર્ણય લેવાશે. 

બિહાર બાદ હવે આ ચૂંટણીઓમાં પણ BJP-JDU એ બાજી મારી, બહુમત મેળવ્યું

ત્રીજા નંબર પર છે JDU
અત્રે જણાવવાનું કે બિહારમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળ્યો છે. તમામ એક્ઝિટ પોલને નકારતા ભાજપના નેતૃત્વવાળી એનડીએ ફરીથી બિહારમાં સત્તા પર આવશે. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ સૌથી મોટી પાર્ટી બની છે. જ્યારે જેડીયુ ત્રીજા નંબરે આવી છે. ભાજપે સ્પષ્ટ કરી દીધુ છે કે જેડીયુને ઓછી બેઠકો છતાં નીતિશકુમાર જ મુખ્યમંત્રી બનશે. જો કે ડેપ્યુટી સીએમ કોણ બનશે તે હજુ નક્કી નથી. આ અંગે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જ નિર્ણય લેવાશે. એવી અટકળો હતી કે નીતિશની જગ્યાએ ભાજપના કોઈ અન્ય નેતાને મુખ્યમંત્રી બનાવી શકે છે. કારણ કે પાર્ટીને જેડીયુ કરતા વધુ બેઠકો મળી છે. પરંતુ ભાજપે આ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. 

આ ‘silent voters' છે ભાજપની સફળતાનું મજબૂત કારણ!, પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ

મુખ્યમંત્રી નીતિશકુમારે એનડીએની જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે જનતા માલિક છે. NDAને જે બહુમત મળ્યું તે માટે જનતા જનાર્દનને નમન છે. હું પીએમ મોદીને તેમના સહયોગ માટે ધન્યવાદ આપુ છું. ભલે નીતિશકુમાર ફરીથી મુખ્યમંત્રી બની રહ્યા હોય પરંતુ બિહાર ચૂંટણીના પરિણામોએ નીતિશકુમારની  ચિંતા ચોક્કસપણે વધારી છે. 

મહાગઠબંધનમાં મંથન
આ બાજુ હાર બાદ મહાગઠબંધનમાં મંથન શરૂ થઈ ગયુ છે. તેજસ્વી યાદવે મહાગઠબંધનના તમામ ધારાસભ્યોને આજે સવારે 10 વાગે લાલુ નિવાસ પર બોલાવ્યા છે. જેમાં આગળની રણનીતિ પર ચર્ચા થશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More