નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Election) માટે છેલ્લા તબક્કાનું મતજાન 7 નવેમ્બરના રોજ યોજાશે અને ચૂંટણીના પરિણામો આવવામાં હજુ 4 દિવસ બાકી છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે નીતીશ કુમારની નિવૃત્તિ અંગે મૌન તોડ્યું છે. ZEE News સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, આગામી ચૂંટણી ન લડવાનો નીતીશ કુમારનો વ્યક્તિગત નિર્ણય છે.
આ પણ વાંચો:- 'BJP સોનાર બાંગ્લા બનાવવા માંગે છે, મમતા બેનર્જી ઇચ્છે છે કે તેમના ભત્રીજા મુખ્યમંત્રી બને'
તેમણે કહ્યું, 'બિહારમાં NDA સંપૂર્ણ બહુમતી સાથે ફરી સત્તા પર પાછા આવશે. તેમણે નીતીશ કુમારની નિવૃત્તિની ઘોષણા અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. શાહે કહ્યું કે આગામી ચૂંટણી લડવી કે નહીં તે નીતીશ કુમારનો વ્યક્તિગત નિર્ણય છે.
તમને જણાવી દઇએ કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બિહારની ચૂંટણીના છેલ્લા તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે (5 November) મોટી જાહેરાત કરી હતી કે, આ તેમની છેલ્લી ચૂંટણી છે. ધમદાહામાં રેલીને સંબોધન કરતા સીએમએ મતદાન માટે અપીલ કરતાં કહ્યું કે, 'આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. હવે કાલનો દિવસ છે અને આ મારી છેલ્લી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા. ત્યારબાદ મુખ્યમંત્રીએ લોકોને મત આપવા અપીલ કરી હતી અને ધમદાહા વિધાનસભા બેઠકના ઉમેદવારને હાર પહેરાવ્યો હતો.
આ પણ વાંચો:- RJD નેતાનું વિવાદિત નિવેદન, કહ્યું- PM મોદી હજી લાગે છે કે તેઓ રમખાણોવાળા CM
ઉલ્લેખનીય છે કે નીતીશ કુમાર છેલ્લા 15 વર્ષથી બિહારના મુખ્યમંત્રી છે અને આ પહેલા સીએમ રેલવે મંત્રી, કૃષિ મંત્રી પણ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે