Home> India
Advertisement
Prev
Next

Bihar Election LIVE: બીજા તબક્કાની 94 બેઠકો પર મતદાન, લાલુપ્રસાદના બે લાલ કરશે કમાલ?

સવારે 7 વાગ્યાથી બિહારના 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું. બીજા તબક્કાના મતદાનમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ સહિત 1463 ઉમેદવારો મેદાનમાં છે. 

Bihar Election LIVE: બીજા તબક્કાની 94 બેઠકો પર મતદાન, લાલુપ્રસાદના બે લાલ કરશે કમાલ?

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) ના બીજા તબક્કાનું આજે મતદાન છે. સવારે 7 વાગ્યાથી બિહારના 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું. બીજા તબક્કાના મતદાનમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ સહિત 1463 ઉમેદવારો મેદાનમાં છે. 

fallbacks

LIVE UPDATES...

- બપોરના 3 વાગ્યા સુધીમાં 44.51% મતદાન નોંધાયું છે. 
- મુઝફ્ફરપુરના બરુરાજ વિધાનસભા મતક્ષેત્રના ચુલ્હાઈ બિશુનપુર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. તેમણે આરોપ લગાવ્યા કે તેમના વિસ્તારમાં વિકાસ થયો નથી. અહીંથી 729 મતદારો છે. બૂથ નંબર 178ના ચૂંટણી અધિકારીના જણાવ્યાં મુજબ અહીંથી આજે એક પણ મત પડ્યો નથી. 

- પટણાના બાંકીપુર પોલિંગ બૂથ પર મતદાન બાદ બહાર આવતા જોવા મળ્યા શત્રુઘ્ન સિન્હાના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર લવ સિન્હા

fallbacks
- બિહારમાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 32.82 ટકા મતદાન નોંધાયું. 
- આરજેડીના મુખ્યમંત્રી પદના દાવેદાર લાલુ પ્રસાદના બીજા પુત્ર તેજસ્વી યાદવે પણ આશા વ્યક્ત કરી કે બિહારની જનતા પોતાના મત દ્વારા સત્તા બદલી નાખશે. 
- બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવીને પૂરેપૂરી આશા છે કે બિહારમાં નીતિશકુમારના નેતૃત્વ હેઠળ એનડીએ હારશે અને તેમની પાર્ટી આરજેડીના મહાગઠબંધનની જીત થશે. 
- બિહારમાં બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19.26 ટકા મતદાન થયું. 
- બિહારની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં ઈકો ફ્રેન્ડલી પોલિંગ બૂથ જોવા મળી રહ્યા છે. 

fallbacks
- બિહારમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.05 ટકા મતદાન નોંધાયું છે. 
- મોદી સરકારમાં મંત્રી અને ભાજપના નેતા નિત્યાનંદ રાયે પણ હાજીપુર વિધાનસભા વિસ્તારના કરણપુરા ખાતે મતદાન  કર્યું. 

fallbacks
- બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે દીઘામાં સરકારી શાળામાં બનાવેલા પોલિંગ બૂથ પર મતદાન કર્યું. તેમણે દરેકને મતદાન કરવા માટે અપીલ પણ કરી. 
-  મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક યુવતી સાયકલ પર તેના દાદીમાને મતદાન કરાવવા લઈને આવતી જોવા મળી. યુવતીએ કહ્યું કે હું પહેલીવાર મતદાન કરવા જઈ રહી છું. હું આશા રાખુ છું કે હવે યુવાઓ માટે રોજગારીની તકો વધુ આવશે. હું મારા દાદીમા સાથે આવી છું. 

- દેશની 10 રાજ્યોની  54 અન્ય બેઠકો ઉપર પણ પેટાચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ  ચૌહાણ સરકારનું ભાવિ દાવ પર લાગ્યું છે. 
- બિહારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન કરાવીને મતદાન કરાવવામાં આવી રહ્યું છે. 

fallbacks
- દિવંગત નેતા રામ વિલાસ પાસવાનના પુત્ર અને એલજેપીના અધ્યક્ષ ચિરાગ પાસવાને ખગરિયામાં મતદાન કર્યું. 

- નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ પટણાના રાજેન્દ્રનગરમાં મતદાન કર્યું. તેમણે લોકોને મત આપવા માટે ઘરની બહાર નીકળવાની અપીલ કરી આ ઉપરાંત કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને, માસ્ક પહેરીને મતદાન કરવા જણાવ્યું. 

- મતદાન શરૂ થતા જ બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણે પટણાના દીઘામાં એક સરકારી શાળામાં બનાવેલા પોલિંગ બૂથ પર મતદાન કર્યું. તેમણે બિહારની જનતાને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે ગયા વખત કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે. 

આ વખતે બિહારમાં કોની સરકાર?
બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પર બધાની ખાસ નજર છે. ત્રણ તબક્કામાં સૌથી વધુ બેઠકો હોવાના કારણે આજનો રાઉન્ડ વધુ મહત્વનો છે. આરજેડી તરફથી સીએમ પદના ઉમેદવાર તેજસ્વી યાદવ અને તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવ પણ આ તબક્કામાં ચૂંટણીના મેદાનમાં છે. તેજસ્વી યાદવ રાધોપુર જ્યારે તેજ પ્રતાપ યાદવ હસનપુર સીટથી ચૂંટણી લડી રહ્યા છે. 

લાલુના બે લાલ કરશે કમાલ?
આ ઉપરાંત બિહાર સરકારના 4 મંત્રી અને શોટગન શત્રુઘ્નના પુત્ર લવ સિન્હાના ભાગ્યનો પણ ફેસલો થશે. બિહાર સરકારના 4 મંત્રીઓમાં  ભાજપના નંદકિશોર યાદવ પટણા સાહિબ બેઠકથી અને રાણા રણધીર સિંહ મધુબન સીટથી ઉમેદવાર છે. જ્યારે નાલંદા સીટથી જેડીયુના શ્રવણકુમાર અને હથુઆ સીટથી રામસેવક સિંહ ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા પહેલીવાર બાંકીપુર સીટથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. 

54 બેઠકો પર પેટાચૂંટણી
10 રાજ્યોની 54 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે. જેનું મતદાન પણ શરૂ થઈ ગયું છે. આ 54 બેઠકોમાં 28 બેઠકો મધ્ય પ્રદેશની, 8 ગુજરાતની, યુપીની 7, ઓડિશા, નાગાલેન્ડ, કર્ણાટક, ઝારખંડની 2-2, જ્યારે છત્તીસગઢ, તેલંગણા અને હરિયાણાની 1-1 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More