Home> India
Advertisement
Prev
Next

નીતીશ સરકારનો મોટો નિર્ણય, બિહારમાં પ્રમોશનમાં અનામત લાગૂ

બિહારમાં નીતીશ કુમારની સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST)ના સરકારી કર્મચારીઓને ભેટ આપવાની જાહેરાત કરી છે. સરકારે નોકરીઓમાં પ્રમોશનમાં અનામત લાગૂ કરી દીધી છે. ચૂં

નીતીશ સરકારનો મોટો નિર્ણય, બિહારમાં પ્રમોશનમાં અનામત લાગૂ

પટના: 2019માં લોકસભા ચૂંટણી અને 2020માં વિધાનસભા ચૂંટણીને જોતાં બિહારમાં નીતીશ કુમારની સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST)ના સરકારી કર્મચારીઓને ભેટ આપવાની જાહેરાત કરી છે. સરકારે નોકરીઓમાં પ્રમોશનમાં અનામત લાગૂ કરી દીધી છે. ચૂંટણી સીઝનમાં નીતીશ સરકારના આ નિર્ણયને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. જોકે બિહારમાં દલિતોથી માંડીને એનડીએ અને મહાગઠબંધનમાં ખેંચતાણ ચાલી રહી છે. બંને પક્ષો દલિતોને પોત-પોતાના પક્ષમાં કરવા માટે મહેનત કરી રહ્યા છે. 

fallbacks

મહાગઠબંધનના સૌથી મોટા ચહેરા તેજસ્વી યાદવ સમજી ગયા છે કે બિહારમાં સત્તા પ્રાપ્ત કરવા માટે યાદવ+મુસ્લિમની સાથે દલિતો પણ જરૂરી છે. એ વાતનું ધ્યાન રાખીને તે બિહારમાં દલિતના મોટા નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીને એનડીએમાંથી તોડીને મહાગઠબંધનમાં લઇ આવ્યા છે. જેડીયૂથી નારાજ ઉદય નારાયણ ચૌધરીને પણ તેજસ્વી યાદવ આરજેડીમાં આવવાનું આમંત્રણ આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેજસ્વી યાદવ જેડીયૂના કેટલાક વધુ સ્થાનિક દલિત ચહેરાઓને પણ પોતાની સાથે જોડી ચૂક્યા છે.
fallbacks

તો બીજી તરફ નીતીશ કુમાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અશોક ચૌધરી જેવા મોટા દલિત નેતાને પોતાની સાથે લાવ્યા છે. આ ઉપરાંત એનડીએમાં રામવિલાસ પાસવાનના ચહેરાને પણ પ્રમુખતાથી આગળ કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં દલિતોના લગભગ 12 ટકા વોટ છે. હાલની રાજકીય પરિસ્થિતિમાં આ મતદારો જે પક્ષમાં જશે ત્યાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.  

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે પાંચ જૂનના રોજ કેંદ્ર સરકારના કાનૂન અનુસાર કર્મચારીઓની નિશ્વિત શ્રેણીમાં પ્રમોશનમાં અનામત આપવાની પરવાનગી આપી હતી. તેના હેઠળ સુપ્રીમ કોર્ટે નોકરીઓમાં પ્રમોશનને લઇને હાલની વ્યવસ્થાને ત્યાં સુધી યથાવત રાખવા માટે કહ્યું છે કે જ્યાં સુધી આ મામલે સંવિધાન પીઠ કોઇ અંતિમ નિર્ણય ન સંભળાવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More