પટનાઃ મંત્રીમંડળ વિસ્તારમાં થઈ રહેલા વિલંબ બાદ શરૂ થયેલા વિવાદ પર વિરામ લાગી ગયો છે. નીતીશ કુમાર (nitish kumar) કેબિનેટનો કાલે એટલે કે મંગળવારે વિસ્તાર થવા જઈ રહ્યો છે. વર્તમાનમાં સીએમ સહિત 14 મંત્રી છે, જ્યારે 24 મંત્રીઓની જગ્યા ખાલી છે.
જાણવા મળી રહ્યું છે કે ભાજપ (BJP) તરફથી શાહનવાઝ હુસૈન, સમ્રાટ ચૌધરી, નીતિન નવીન અને સંજીવ ચૌરસિયાને મંત્રી પદ સોંપવામાં આવી શકે છે. તો જેડીયૂ (JDU) માંથી જામા ખાન, સંજય ઝા અને સુમિત સિંહના નામોની ચર્ચા છે. આ સિવાય જેડીયૂના મદન સાહની, નીરજ કુમાર, જયંત કુશવાહા પણ મંત્રી બની શકે છે. તો ભાજપના સંજય સરાવગી, ભાગીરથી દેવી અને નીરજ બબલૂ પણ રેસમાં છે.
આ પણ વાંચોઃ Congress બનાવશે સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ, રાહુલે વીડિયો જાહેર કરી લોકોને જોડાવાની કરી અપીલ
મહત્વનું છે કે બિહારમાં એવા ઘણા મંત્રી છે, જેની પાસે 5-6 મંત્રાલયની જવાબદારી છે. તેના કારણે સતત સવાલ ઉઠી રહ્યાં હતા કે આશકે કે નીતીશ કુમાર (nitish kumar) પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરી રહ્યા નથી? બિહારમાં નીતીશ સરકારની રચના 16 નવેમ્બરે થઈ હતી. આ દરમિયાન મુખ્યમંત્રી સહિત 14 મંત્રીઓએ શપથ લીધા હતા.
મેવાલાલ ચૌધરીના રાજીનામા બાદ બિહાર મંત્રીમંડળમાં 13 ચહેરા છે. 7 ભાજપના, જેડીયૂના ચાર, હિન્દુસ્તાની આવામ મોર્ચા (HAM) ના એક અને વિકાસશીલ ઇંસાન પાર્ટીના એક મંત્રી સામેલ છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે