નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમના રામપુરહાટમાં થયેલી હિંસાને લઈને તૃણમૂલ કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે ગુરૂવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. પાર્ટીના નેતાઓએ અમિત શાહને બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને હટાવવાની માંગ કરી છે.
અમિત શાહ સાથે મુલાકાત બાદ ટીએમસી સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાયે કહ્યુ, અમે કહ્યુ છે કે રામપુરહાટ, બીરભૂમની ઘટનાને જોતા પશ્ચિમ બંગાળના રાજ્યપાલને હટાવવા જોઈએ. તેમનું કામ આપણી બંધારણીય વ્યવસ્થા વિરુદ્ધ છે. તેમણે આગળ કહ્યુ કે, અમે મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલ માટે પત્રની એક કોપી ગૃહમંત્રીને આપી છે. અમારા મુખ્યમંત્રી સ્થિતિને જોઈ રહ્યાં છે. અત્યાર સુધી 21 લોકોની ધરપડક કરવામાં આવી છે. 15 પોલીસ અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. કોઈપણ દોષીતોને છોડવામાં આવશે નહીં.
#WATCH | West Bengal CM Mamata Banerjee meets the kin of those killed in #Birbhum violence. Visuals from Bagtui village, Rampurhat pic.twitter.com/iIhSQjLpu8
— ANI (@ANI) March 24, 2022
તો રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યુ કે આ શરમજનક ઘટના છે અને શાસન પર એક ડાઘ છે. લોકતંત્રમાં લોકોને આ પ્રકારે જીવતા સળગાવવા ખુબ દર્દનાક હોય છે. હું સરકારને બચાવ કરવાની જગ્યાએ શીખવાની અપીલ કરુ છું. તેમણે કહ્યું કે આ ઘટનાથી અમારૂ માથુ શરમથી ઝુકી ગયું છે.
આ પણ વાંચોઃ 100 હત્યા કરીને 'દીદી' હજ કરવા નીકળ્યા, બીરભૂમ નરસંહાર મામલે ભાજપનો મોટો પ્રહાર
મૃતકોના પરિવારજનોને મળ્યા મમતા બેનર્જી
આ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બીરભૂમ હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનો ચેક સોંપ્યો હતો. તેમણે પ્રભાવિત ઘરોના પુનનિર્માણ માટે 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે. આગમાં મૃત્યુ પામનાર 10 લોકોના પરિવારોને નોકરી અને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે