Home> India
Advertisement
Prev
Next

Watch: બોરીવલીમાં 4 માળનું બિલ્ડિંગ તૂટી પડ્યું, Video જોઈને હચમચી જશો

બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળે ફાયર  બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે. ફાયરના કર્મીઓ કાટમાળમાં કોઈ ફસાયેલું નથી તેની જાણકારી મેળવી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે બોરીવલી પશ્ચિમ સાઈબાબા નગરમાં સાઈબાબા મંદિર પાસે ગીતાંજલિ બિલ્ડિંગ બપોરે લગભગ સાડા બાર વાગે તૂટી પડ્યું.

Watch: બોરીવલીમાં 4 માળનું બિલ્ડિંગ તૂટી પડ્યું, Video જોઈને હચમચી જશો

4-Storey Building Collapses in Borivali: મુંબઈમાં બોરીવલી વિસ્તારમાં આજે એક ભયાનક નજારો જોવા મળ્યો. 4 માળનું બિલ્ડિંગ કડડભૂસ કરતું તૂટી પડ્યું. બીએમસીના અધિકારીઓના જણાવ્યાં મુજબ આ 4 માળની ઈમારત ખાલી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. 

fallbacks

બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળે ફાયર  બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે. ફાયરના કર્મીઓ કાટમાળમાં કોઈ ફસાયેલું નથી તેની જાણકારી મેળવી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે બોરીવલી પશ્ચિમ સાઈબાબા નગરમાં સાઈબાબા મંદિર પાસે ગીતાંજલિ બિલ્ડિંગ બપોરે લગભગ સાડા બાર વાગે તૂટી પડ્યું. ફાયરની લગભગ આઠ જેટલી ગાડીઓ, બે બચાવ વાન અન્ય વાહન અને પોલીસ તથા નગર નિગમના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. 

બીએમસીના એક અધિકારીએ કહ્યું કે બૃહદ મુંબઈ નગર પાલિકાના આર સેન્ટ્રલ વોર્ડ દ્વારા અપાયેલી માહિતી મુજબ ઈમારતને જર્જરિત જાહેર કરવામાં આવી હતી. હાલ તો બચાવકર્મીઓ ઈમારતના કાટમાળ નીચે કોઈ દટાયેલું છે કે નહીં તે અંગે જાણકારી મેળવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More