મુંબઇ: ભાજપ (BJP)એ કહ્યું કે અજિત પવાર (Ajit Pawar) જ સદનમાં એનસીપી (NCP) નેતા છે અને તેમની વ્હીપ જ માન્ય રહેશે. ભાજપ નેતા આશીષ શેલારે કહ્યું કે રાજ્યપાલે અજિત પવારને એનસીપી ધારાસભ્ય દળના નેતા ગણી રહ્યા છે.
શેલારે કહ્યું કે અજિત પવાર દ્વારા આપવામાં આવેલા સમર્થન પત્ર પર જ રાજ્યપાલે નિર્ણય કર્યો છે. શેલાર આ સમાચારો વિશે પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે જયંત પાટિલ (Jayant Patil)ને ધારાસભ્ય દળના નેતા તરીકે માન્યતા આપવામાં આવી રહી છે અને તેમને વ્હીપ જાહેર કરવાનો અધિકાર મળી ગયો છે.
અજિત પાવરને ઝટકો, NCP ધારાસભ્ય દળના નેતા જયંત પાટિલ કરી શકશે વ્હીપ જાહેર
શેલારે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાને પડકારતાં કહ્યું કે ફોટોગ્રાફર તમારો, ફોટો પણ તમારો પરંતુ આ રેસનો ફોટો ફિનિશની જીત અમારી થશે. જીત દેવેંદ્વ ફડણવીસ અને અજિત પાવરની થશે.
BJP leader Ashish Shelar in Mumbai: We are confirmed that Ajit Pawar is the leader of NCP on the Floor of the House, and his whip will hold as leader of legislature party pic.twitter.com/4fUADA26c3
— ANI (@ANI) November 26, 2019
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શનિવારે સવારે આઠ વાગે ભાજપના નેતા દેવેંદ્વ ફડણવીસ (Devendra Fadnavis)ને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં શપથ અપાવ્યા હતા. એનસીપી પ્રમુખ શરદ પવારના બાગી ભત્રીજા અજીત પવારે પણ તેમની સાથે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
એનસીપીની શનિવારે સાંજે થયેલી બેઠકમાં અજીત પવાર પર અનુશાસનાત્મક કાર્યવાહી કરતાં પાર્ટીએ તેમને ધારાસભ્ય દળના નેતા પદથી દુર કરવામાં આવ્યા. એનસીપીએ તેમની જગ્યાએ દિલીપ જયંત પાટીલને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે