બૈરકપુર : લોકસભાચૂંટણી ચાલુ થઇ ભાજપની લહેર પશ્ચિમ બંગાળ સતત ચાલી રહી છે. હવે સ્થાનિક નગર નિગમની ચૂંટણીમાં પણ ભાજપ મમતા બેનર્જીની તૃણમુલને ઝટકા આપી રહી છે. મંગળવારે ભાટપારાનાં નિગમ ચૂંટણી થઇ. અહીં તો ભાજપે તૃણમુલ કોંગ્રેસનો સફાયો જ કરી દીધો. સમગ્ર નગરપાલિકામાં મમતા બેનર્જીને પાર્ટીનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો. અહીં 26માંથી 26 ઉમેદવાર ભાજપનાં જ જીત્યા હતા.
દારુલ ઉલુમનો નવો ફતવો: ઇદનાં દિવસે ગળે મળવું ઇસ્લામ વિરુદ્ધ, ગળે મળવાનું ટાળો !
ભાજપનાં નવા ચેરમેન સૌરવ સિંહ ચૂંટાયા છે. લોકસભા ચૂંટણી બાદથી જ ભટપારા નગરપાલિકા પર કબ્જા મુદ્દે ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. જો કે ચૂંટણી બાદ આવેલા પરિણામોમાં તૃણમુલ કોંગ્રેસનો શરમજનક સ્થિતીમાં મુકાયું હતું.
જમ્મુ કાશ્મીર સીમાંકન સમિતીની રચના કરી શકે છે મોદી સરકાર, સીટોનું ભુગોળ બદલાશે
ભારતીય વાયુસેનાના અરૂણાચલમાં ખોવાયેલા વિમાન AN-32ની 24 કલાક બાદ પણ કોઈ ભાળ નહીં
અત્યાર સુધી ભાજપે પશ્ચિમ બંગાળ કોઇ પણ નગર પાલિકા પર કબ્જો નથી જમાવ્યો. આ પહેલી નગરપાલિકા છે, જ્યાં ભાજપે કબ્જો જમાવ્યો છે. ભાટપારા વિધાનસભામાં પણ ભાજપ ઉમેદવારે જ જીત પ્રાપ્ત કરી હતી. અહીંના બેરકપુર વિસ્તારથી ભાજપની ટિકિટ પર અર્જુન સિંહ જીતીને આવ્યા છે. તેઓ હાલમાં જ તૃણમુલ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમણે બેરકપુરમાં 3 વખતના સાંસદ દિનેશ ત્રિવેદીને હરાવીને ભાજપને જીત અપાવી છે.
નવી મુંબઈમાં દિવાલ પર લખેલો મળ્યો આતંકીઓનો પ્લાન! હવે પોલીસ કોયડો ઉકેલી રહી છે
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 42 સીટોમાંથી 18 મળી હતી. 2014માં ભાજપને બંગાળમાં માત્ર 2 સીટો પર જીત મળી હતી. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તૃણમુલને મોટો ઝટકો આપ્યો. તૃણમુલ સાથે સાથે સીપીએમનાં હિસ્સામાંથી પણ ભાજપ સીટ જીત્યું અને 18 પર કબ્જો જમાવ્યો. આટલું જ નહી લોકસભા ચૂંટણી સાથે પેટાચૂંટણીમાં પણ 4 સીટો પર કબ્જો જમાવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે