Home> India
Advertisement
Prev
Next

દિલ્હી એકમના લિસ્ટમાં ગૌતમ ગંભીરનું નામ ન હતું, ભાજપના હાઇકમાન્ડે કહ્યું- આ યાદી ફરીથી મોકલો

રાષ્ટ્રીય રાજધાનીમાં લોકસભા ચૂંટણી માટે સેલિબ્રિટી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવા પર વાંધો ઉઠાવનાર દિલ્હી એકમથી નાખુશ ભાજપે પ્રદેશ એકમને સંભવિત ઉમેદવારોની નવી યાદી મોકલવાનું કહ્યું છે.

દિલ્હી એકમના લિસ્ટમાં ગૌતમ ગંભીરનું નામ ન હતું, ભાજપના હાઇકમાન્ડે કહ્યું- આ યાદી ફરીથી મોકલો

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં લોકસભા ચૂંટણી માટે સેલિબ્રિટી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવા પર વાંધો ઉઠાવનાર દિલ્હી એકમથી નાખુશ ભાજપે પ્રદેશ એકમને સંભવિત ઉમેદવારોની નવી યાદી મોકલવાનું કહ્યું છે. સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી હતી. ચૂંટણી પહેલા ટિકિટ મેળવવાના ઉદ્દેશથી સેલિબ્રિટી ઉમેદવારોના સંગઠનમાં સામેલ થવાના મુદ્દે પાર્ટી કાર્યકર્તાઓના વિરોધની વચ્ચે શુક્રવારે દિલ્હી ભાજપ ચૂંટણી સમિતિએ રાષ્ટ્રીય રાજધાનીની સાત લોકસભા બેઠક માટે ત્રણ-ત્રણ સંભવિત નામ મોકલ્યા હતા.

fallbacks

વધુમાં વાંચો: મુંબઈની પ્રખ્યાત મેડિકલ કોલેજનું વિદ્યાર્થીનીઓ પર વિચિત્ર ફરમાન, ‘આવા કપડા ન પહેરો’

પ્રદેશ એકમની ચૂંટણી સમિતિની બેઠકમાં જે યાદીને અંતિમ રૂપ આપવામાં આવ્યું તેમાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું નામ સામેલ ન હતું. પાર્ટીમાં સામેલ થયા બાદ નવી દિલ્હી બેઠકથી તેમની ચૂંટણી લડવાની અટકળો ચાલી રહી હતી. બેઠકમાં સામેલ થયા દિલ્હી ભાજપના કેટલાત અન્ય નેતાઓએ દાવો કર્યો કે, લોકસભા ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે પાર્ટીમાં સેલિબ્રિટીના સામેલ થવાને લઇને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને માગ કરવામાં આવી હતી કે સમર્પિત નેતાઓ તેમજ કાર્યકર્તાઓને પ્રાથમિકતા આપતા ટિકિટ વહેંચણી કરવામાં આવે.

સૂત્રોએ દાવો કર્યો છે કે, કેન્દ્રીય નેતૃત્વ તેનાથી ‘નાખુશ’ છે કે દિલ્હી એકમ સેલિબ્રિટીને ચૂંટણી મેદાનમાં ઉતારવા પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. દિલ્હી એકમને આદેશ કરવામાં આવ્યો છે કે ઉમેદવારોના નામ પર ફરીથી કામ કરો અને ફરી કેન્દ્રીય નેતૃત્વને યાદી મોકલો. પાર્ટી નેતૃત્વએ દિલ્હી લોકસભા ચૂંટણી પ્રભારી નિર્મલા સીતારામન, સહ પ્રભારી જયભાન સિંહ પવૈયા અને પ્રદેશ મહાસચિવ (સંગઠન) સિદ્ધાર્થનને ઉનેદવારોની નવી યાદી તૈયાર કરવાનો આદેશ કર્યો છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More