નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019નાં પરિણામો આવવાનાં ચાલુ થઇ ગયા. વલણથી એક વાત સ્પષ્ટ થઇ ચુકી છે કે કેન્દ્રમાં ભાજપ એકવાર ફરીથી પોતાની સરકાર બનાવતી જોવા મળી રહી છે. કોંગ્રેસ તમામ પ્રયાસો છતા પણ સફળ થતી જોવા મળી રહી છે. અને મોટા ગઢમાં તે હારતી દેખાઇ રહી છે. ભાજપ હવે દેશનાં ઇતિહાસમાં પહેલી બિન કોંગ્રેસી પાર્ટી છે, જે સતત બીજી વખત પોતાનાં બહુમતનાં આધારે સરકાર બનાવવા જઇ રહી છે.
મહબૂબા મુફ્તીએ પીએમ મોદીને આપી શુભેચ્છા, કોંગ્રેસને સલાહ- તમારા માટે અમિત શાહ શોધો
આ અગાઉ દેશનાં 67 વર્ષનાં ચૂંટણી ઇતિહાસમાં આવું ક્યારે પણ નથી થયું. જ્યારે કોઇ બિન કોંગ્રેસી સરકારે પોતાનો કાર્યકાળ પુર્ણ કર્યા બાદ ફરી એકવાર સત્તામાં પુન:આગમન કર્યું હોય. દેશમાં 2019થી થઇને 17 ચૂંટણીઓ થઇ છે. ત્યારથી માંડીને અત્યાર સુધી એવું ક્યારે પણ નથી થયું જ્યારે કોઇ બિન કોંગ્રેસ સરકાર આવી હોય અને તેણે પાંચ વર્ષ પુરઅણ કર્યા બાદ સત્તામા પરત ફરી હોય. જો કે 2019માં આ ઇતિહાસ વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં ભાજપ બદલવા જઇ રહ્યું છે. અત્યાર સુધી મળી રહેલા વલણના આધારે કહેવાઇ રહ્યું છે કે, ભાજપ ફરીથી પોતાના દમ પર સત્તા પર કબ્જો કરવા જઇ રહી છે.
લોકસભા ચૂંટણી પરિણામ 2019: અમેઠી-કોંગ્રેસની પરંપરાગત સીટમાં સ્મૃતિએ પાડ્યું 'ગાબડું'!
5મી વખત નવીન પટનાયક બનશે ઓડિશાના મુખ્યપ્રધાન, પરંતુ....
પહેલીવાર કેન્દ્રમાં 10 વર્ષ માટે સત્તાથી બહાર જશે કોંગ્રેસ
દેશના ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર થવા જઇ રહ્યું છે કે કોંગ્રેસ કેન્દ્રની સત્તાથી 10 વર્ષ માટે બહાર થશે. 1952માં દેશમાં પહેલીવાર ચૂંટણી થઇ. ત્યાર બાદ 1972 સુધી સતત કોંગ્રેસ જ સત્તામાં રહી હતી. ઇદિરા ગાંધીએ જ્યારે દેશમાં ઇમરજન્સી લગાવી અને ત્યાર બાદ 1977માં ચૂંટણી તઇ તો જનતા પાર્ટીએ સરકાર બનાવી હતી.
મેં પહેલા કહ્યું હતું દેશમાં પીએમ મોદીની લહેર નહીં સુનામી છેઃ રામવિલાસ પાસવાન
જો કે જનતા પાર્ટીનું શાસન વધારે દિવસ નહોતું ચાલ્યું અને બે વર્ષમાં જ સરકાર પડી ભાંગી હતી. 1980માં ઇંદિરા ગાંધીના નેતૃત્વમાં ફરીથી કોંગ્રેસની સરકાર બની. 1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી ઐતિહાસિક બહુમતી મળી હતી. 1989માં થયેલ ચૂંટણીમાં એકવાર ફરી સત્તા બદલતી અને જનતા દળનાં નેતૃત્વમાં સરકાર બની. જો કે બે વડાપ્રધાન (વીપી સિંહ અને ચંદ્રશેખર)ની અબલા બદલી છતા આ સરકાર બે વર્ષ જ ચાલી શકી હતી.
1991માં એકવાર ફરીથી કોંગ્રેસે સરકાર બનાવી. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી બની. 13 દિવસની સરકાર બનાવી, જો કે ત્યાર બાદ વામ મોર્ચાની સરકાર બની. આ સરકાર પણ પોતાનો કાર્યકાળ પુર્ણ કરી શકી નહોતી. 1998માં ફરીથી ચૂંટણી થઇ. વાજપેયીએ 13 મહિના માટે સરકાર બનાવી હતી. 1999માં ફરીથી ભાજપનાં નેતૃત્વમાં સરકાર બની. જેણે પાંચ વર્ષનો કાર્યકાળ પુર્ણ કર્યો. 2004માં જ્યારે ચૂંટણી થઇ તો કોંગ્રેસ સત્તામાં આવી ગઇ. ત્યાર બાદ 2003માં કોંગ્રેસે જીત પ્રાપ્ત કરી. હવે 2014 બાદ 2019માં પણ ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે.
આખરે કટ્ટર વિરોધી ઉમર અબ્દુલ્લાએ પીએમ મોદી અને અમિત શાહને આપ્યો શ્રેય, જાણો શું કહ્યું
દેશમાં યોજાયેલી ચૂંટણીઓ | ||
લોકસભા ચૂંટણી | વર્ષ | પાર્ટી |
પહેલી | 1951-52 | કોંગ્રેસ |
બીજી | 1957 | કોંગ્રેસ |
ત્રીજી | 1962 | કોંગ્રેસ |
ચોથી | 1967 | કોંગ્રેસ |
પાંચમી | 1971 | કોંગ્રેસ |
છઠ્ઠી | 1977 | જનતા પાર્ટી |
સાતમી | 1980 | કોંગ્રેસ |
આઠમી | 1984 | કોંગ્રેસ |
નવમી | 1989 | જનતા દળ |
દસમી | 1991 | કોંગ્રેસ |
11મી | 1996 |
ભાજપ/સંયુક્ત મોર્ચો |
12મી | 1998 | ભાજપ એનડીએ |
13મી | 1999 | ભાજપ એનડીએ |
14મી | 2004 | કોંગ્રેસ - યુપીએ |
15મી | 2009 | કોંગ્રેસ - યુપીએ |
16મી | 2014 | ભાજપ+એનડીએ |
17મી | 2019 | ભાજપ સંભવીત |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે