Home> India
Advertisement
Prev
Next

ચૂંટણી પરિણામો પર ઓવૈસીએ કહ્યું- દર વખતે ભાજપ મોદીના નામ પર જીતી શકે નહીં

મહારાષ્ટ્ર અને હરિયાણામાં જે પ્રકારે ચૂંટણી પરિણામો જોવા મળ્યા છે તેને જોતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર જીતી શકે નહીં. ઓવૈસીએ કહ્યું કે ભાજપ માટે આ ખતરાની ઘંટી છે. હરિયાણામાં પીએમ મોદીએ 12-15 રેલીઓ કરી છતાં પરિણામો તેમના પક્ષમાં ન આવ્યાં જેનો અર્થ એ થયો કે ચીજો હવે બદલાઈ રહી છે. 

ચૂંટણી પરિણામો પર ઓવૈસીએ કહ્યું- દર વખતે ભાજપ મોદીના નામ પર જીતી શકે નહીં

નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને હરિયાણામાં જે પ્રકારે ચૂંટણી પરિણામો જોવા મળ્યા છે તેને જોતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર જીતી શકે નહીં. ઓવૈસીએ કહ્યું કે ભાજપ માટે આ ખતરાની ઘંટી છે. હરિયાણામાં પીએમ મોદીએ 12-15 રેલીઓ કરી છતાં પરિણામો તેમના પક્ષમાં ન આવ્યાં જેનો અર્થ એ થયો કે ચીજો હવે બદલાઈ રહી છે. 

fallbacks

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2019 : 161 સીટ સાથે ભાજપ-શિવસેના ગઠબંધન સૌથી મોટો પક્ષ

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અને હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે ભાજપ દાવો કરી રહ્યો હતો કે મહારાષ્ટ્રમાં ક્લિન સ્વીપ કરશે પરંતુ પરિણામો તેમની આશા મુજબ નથી આવ્યાં. હું કહીશ કે ભાજપ હરિયાણામાં હાર્યો છે. ભાજપે ધ્રુવીકરણની રાજનીતિને છોડીને અર્થવ્યવસ્થા અને ગ્રામીણ સંકટ પર ધ્યાન આપવું જોઈએ. 

જુઓ LIVE TV

કોંગ્રેસ અંગે ઓવૈસીએ કહ્યું કે મને લાગે છે કે કોંગ્રેસે હરિયાણામાં મહેનત કરી નથી. અત્યાર સુધી મારું માનવું છે કે હરિયાણામાં પણ કોંગ્રેસના ક્ષેત્રીય નેતાઓની સફળતા છે. અત્રે જણાવવાનું કે આ વખતે ચૂંટણીમાં AIMIM માટે પણ સારું પરિણામ રહ્યું છે. બિહારમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં એક બેઠક પર AIMIMના ઉમેદવારને જીત મળી છે. કમરૂલ હુડાએ ભાજપના ઉમેદવાર સ્વીટી સિંહને 10204 મતોથી હરાવીને AIMIMનું બિહારમાં ખાતું ખોલાવ્યું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More