Home> India
Advertisement
Prev
Next

Assembly elections: નડ્ડાના ઘરે ભાજપની કોર ગ્રુપની બેઠક, ઉમેદવારોના નામ પર ચર્ચા

ચાર રાજ્યો અને એક કેંદ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણી (Assembly elections) ને ધ્યાનમાં રાખતા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટી (BJP) ની ચૂંટણી સમિતિની દિલ્હીમાં આજે બેઠક યોજાશે.

Assembly elections: નડ્ડાના ઘરે ભાજપની કોર ગ્રુપની બેઠક, ઉમેદવારોના નામ પર ચર્ચા

નવી દિલ્હી: ચાર રાજ્યો અને એક કેંદ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણી (Assembly elections) ને ધ્યાનમાં રાખતા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટી (BJP) ની ચૂંટણી સમિતિની દિલ્હીમાં આજે બેઠક યોજાશે. આ પહેલાં કોર ગ્રુપની એક બેઠક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્દાના ઘરે થઇ રહી છે. બીજેપી કોર ગ્રુપની બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર છે. 

fallbacks

આ ઉપરાંત કેંદ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, અસમ (Assam) ના સીએમ સર્બાનંદ સોનોવાલ, તેમના મંત્રિમંડળના સહયોગી હિમંત બિસ્વા સરમા પણ જેપી નડ્ડાના આવાસ પર પહોંચ્યા છે. મુકુલ રોય પણ આ બેઠકમાં સામેલ છે. હાલ કહેવામાં આવી રહ્યું છે. સાંજે 7:00 વાગે ચૂંટણી સમિતિની બેઠક પહેલાં બાકી ઉમેદવારોના નામો પર ચર્ચા બીજેપી કોર ગ્રુપની બેઠકમાં થવાની છે. 

તમને જણાવી દઇએ કે ભાજપ (BJP) કેંદ્રીય ચૂંટણી સમિતિ 4 રાજ્યો અને એક કેંદ્ર શાસિત પ્રદેશોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે બાકી બચેલા ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે બેઠક યોજાવવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં આ બેઠક સાંજે 7 વાગે થશે. પશ્વિમ બંગાળ, અસમ, કેરલ, તમિલનાડુ અને પુડુચેરીમાં થનાર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી પર ચર્ચા થવાની છે. 

ચાર રાજ્યો, કેરલ, તમિલનાડુ, પશ્વિમ બંગાળ, અસમ અને કેંદ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં કુલ 824 વિધાનસભા ક્ષેત્ર માટે ચૂંટણી થશે જેના માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરવાના છે. 

કેંદ્રીય ચૂંટણી સમિતિની દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં બેઠક થશે. સમિતિ જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સામેલ છે. આ મીટિંગમાં સામેલ થવા માટે શુભેંદુ અધિકારી પહોંચી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More