ઝી બ્યૂરો, અમદાવાદઃ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ હવે રાજકીય પ્રહારો શરૂ થઈ ગયા છે..કોંગ્રેસના અગ્રણી ફૂલસિંહ બરૈયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું ફરીથી કહી રહ્યો છું કે ભાજપ 2023માં 50થી વધુ સીટો મેળવી શકશે નહીં, જો ભાજપ 50થી વધુ સીટ જીતશે તો રાજભવનની સામે.હું મારું મોઢું કાળું કરાવી દઈશ...
ફૂલસિંહ બરૈયાએ આ સાથે જ્ઞાતિઓ વચ્ચે તિરાડ ઉભી કરતું નિવેદન આપ્યું છે. ફૂલસિંહ બરૈયાએ કહ્યું છે કે હું મારા ભાઈ એટલે કે જાતિના લોકોને મનાવી શકું છું, હું તેમને તૈયાર કરી શકું છું અને આ મારી તાકાત છે, તેથી જ મધ્યપ્રદેશમાં 181 સીટો કોંગ્રેસને મળશે. જો ભાજપના લોકો તેમના ભાઈઓને તૈયાર કરે તો પણ તેમને 50થી વધુ બેઠકો નહીં મળે.
ફૂલસિંહ બરૈયાએ કહ્યું કે હું ભંડેર સીટ પરથી ચૂંટણી લડવા માંગુ છું, કારણ કે નરોત્તમ મિશ્રાએ લોકશાહીને લાત મારી છે, ચૂંટણીમાં પોલીસ સ્કૂટરિંગ કરી હતી એવા પોલીસકર્મીઓને મતદાન મથક પર ફરજ પર મુકો, જે 40 થી 50 બોગસ મત કરી શકે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પોલીસના હાથે પાપ કરાવ્યું છે, પરંતુ હવે દેશની લોકશાહી ખતરામાં છે અને મેં સ્પષ્ટ કહ્યું છે કે 2023માં કોંગ્રેસની સરકાર આવશે. જેમણે લોકશાહીને નષ્ટ કરવાનું કામ કર્યું છે તેનો અમે ઈચ્છામુજબ બદલો લઈશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે