Home> India
Advertisement
Prev
Next

VIDEO: ભાજપના પૂર્વ MLAએ બારબાળા સાથે લગાવ્યાં ઠુમકા, નોટો પણ વરસાવી

ગોપાલગંજના રહીશ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રદેવ માંઝીનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. 

VIDEO: ભાજપના પૂર્વ MLAએ બારબાળા સાથે લગાવ્યાં ઠુમકા, નોટો પણ વરસાવી

ગોપાલગંજ: ગોપાલગંજના રહીશ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રદેવ માંઝીનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગોપાલગંજની ભોરે વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રદેવ માંઝી લગ્ન સમારોહમાં આયોજિત ઓર્કેસ્ટ્રામાં બારબાળા સાથે ઠુમકા લગાવી રહ્યાં છે. પૂર્વ ધારાસભ્યએ ઠુમકા લગાવવા ઉપરાંત બારબાળાઓ પર પૈસા પણ ઉડાવ્યાં. 

fallbacks

વીડિયો જોવા કરો ક્લિક: BJPના પૂર્વ ધારાસભ્યનો બારબાળા સાથેનો ડાન્સ VIDEO વાઈરલ

આ વાઈરલ વીડિયો હકીકતમાં ગોપાલગંજના ભોરેમાં થયેલા એક લગ્ન સમારોહનો છે. અહીં ભાજપના નેતા તેમના હાથમાં નોટો લઈને ઠુમકા લગાવી રહ્યાં છે અને બારબાળાઓને રૂપિયા આપવાની કોશિશ કરી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે ઈન્દ્રદેવ માંઝી ભાજપના કદાવર નેતા ગણાય છે અને તેમનો આવો વીડિયો જોઈને બધા સ્તબ્ધ છે. 

ઈન્દ્રદેવ માંઝીનો આ વીડિયો ભાજપના એક યુવા નેતાએ પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે. જેને માત્ર 24 કલાકની અંદર 15000થી વધુ લોકોએ જોયો અને શેર કર્યો છે. આ વીડિયોને લઈને ઈન્દ્રદેવ માંઝીની ખુબ આલોચના થઈ રહી છે. વીડિયો અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભાજપના કોઈ યુવા નેતાએ તેમને બદનામ કરવાનું કામ કર્યું છે. આ સાથે જ તેમણે તમામ આરોપોને ફગાવતા કહ્યું કે તેમણે કોઈ લગ્ન સમારોહમાં ડાન્સ કર્યો નથી કે નોટો વરસાવી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More