Home> India
Advertisement
Prev
Next

Rekha Gupta takes oath as Delhi CM: 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનું રાજ, રેખા ગુપ્તાએ લીધા મુખ્યમંત્રી પદના શપથ

Rekha Gupta takes oath as the Chief Minister of Delhi: ભાજપ માટે આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે પાર્ટીએ 27 વર્ષના લાંબા ગાળા બાદ દિલ્હીમાં સત્તા પર વાપસી કરી છે. રેખા ગુપ્તાએ આજે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા. 

Rekha Gupta takes oath as Delhi CM: 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનું રાજ, રેખા ગુપ્તાએ લીધા મુખ્યમંત્રી પદના શપથ

પહેલી જ વાર વિધાયક તરીકે ચૂંટાઈ આવેલા ભાજપના નેતા રેખા ગુપ્તાએ આજે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમને દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. તેઓ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે રામલીલા મેદાન ખાતે શપથ લીધા. પાર્ટી માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે કારણ કે ભાજપ 27 વર્ષ બાદ દિલ્હીમાં શાસનમાં પાછું ફર્યું છે. સુષમા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી   બાદ હવે રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. 

fallbacks

રેખા ગુપ્તાએ દિલ્હીની શાલીમાર બાગ સીટ પરથી આમ આદમી પાર્ટીના બંદના કુમારીને હરાવ્યા હતા. રેખા ગુપ્તા આ સીટથી 29000 થી વધુ મતોથી જીત્યા હતા. રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત મોટી હસ્તીઓ હાજર રહ્યા. 

રેખા ગુપ્તા સાથે કેબિનેટ મંત્રીઓએ પણ લીધા શપથ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બાદ પ્રવેશ વર્મા, આશીષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અત્રે જણાવવાનું કે પ્રવેશ વર્માએ નવી દિલ્હી સીટ પર આમ આદમી પાર્ટીના કદાવર નેતા અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા. 

શપથ ગ્રહણ સમારોહ બાદ રેખા ગુપ્તા અને તેમના કેબિનેટ મંત્રીઓએ પીએમ મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ તમામનું અભિવાદન સ્વીકાર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More