Home> India
Advertisement
Prev
Next

લેહમાં 11500 ફૂટની ઉંચાઇ પર BJP એ ખોલ્યું કાર્યાલય, આ અતિઆધુનિક સુવિધાઓથી છે સજ્જ

ભારતીય જનતા પાર્ટી (BJP) એ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ (Ladakh)ના વહીવટી મથક લેહમાં અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રદેશ કાર્યાલય ખોલ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે 11,500 ફૂટની ઉંચાઇ પર બનેલા કાર્યાલયનું ગુરૂવારે બપોરે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

લેહમાં 11500 ફૂટની ઉંચાઇ પર BJP એ ખોલ્યું કાર્યાલય, આ અતિઆધુનિક સુવિધાઓથી છે સજ્જ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) એ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ (Ladakh)ના વહીવટી મથક લેહમાં અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રદેશ કાર્યાલય ખોલ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે 11,500 ફૂટની ઉંચાઇ પર બનેલા કાર્યાલયનું ગુરૂવારે બપોરે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલય તમામ સુવિધાઓથી સજ્જ છે અને અહીં જનસંચારના તમામ સાધનો છે. આ વીડિયો કોન્ફ્રરસિંગની સુવિધા પણ મળશે, જેથી દિલ્હી મુખ્યાલય સાથે સરળતાથી આદેશ-નિર્દેશ થઇ શકશે. 

fallbacks

આધુનિક મીટિંગ હોલ સહિત અન્ય જરૂરી ટેક્નોલોજી સુવિધાઓ પણ છે. દિલ્હીથી પહોંચેલા રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે પૂજન-અર્ચન કર્યા બાદ રીબીન કાપી કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આ અવસર પર લદ્દાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલ (Jamyang Tsering Namgyal) અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
fallbacks

તમને જણાવે દઇએ કે કેંન્દ્ર સરકારે ગત પાંચ ઓગસ્ટના રોજ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કર્યો હતો. સંસદમાં પણ પ્રસ્તાવ પાસ થયો હતો. તાજેતરમાં 31 ઓક્ટોબરના રોજ આ નિર્ણય લાગૂ થયા બાદ લદ્દાખ સત્તાવાર રીતે કેન્દ્રશાસિત પ્રદેશ બની ચૂક્યો છે.
fallbacks

આ પ્રદેશમાં ફક્ત બે જિલ્લા છે- લેહ અને કારગિલ. રાજ્યની કુલ જનસંખ્યા 2,74,289 છે, જેમાં લેહની વસ્તી 1,33,487 વસ્તી છે. 60 ટકાથી વધુ અહી બૌદ્ધ રહે છે. લદ્દાખની લોકસભા સીટ ભાજપના કબજામાં છે. ચીન અને પાકિસ્તાનની સીમાને અડીને આવેલા આ પ્રદેશમાં પાર્ટીનું લાંબા સમયથી ફોકસ છે. ભાજપનું માનવું છે કે લેહ જેવા પડકાર ભરેલા સ્થળો પર અતિઆધુનિક ઓફિસ ખુલતાં પાર્ટી કાર્યકર્તાઓને સુવિધા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More