Home> India
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી 2019: ટિકિટ ના મળતા દુ:ખી છે મુરલી મનોહર જોશી, કાનપુરવાસીઓને લખ્યો ભાવુક પત્ર

લોકસભા ચૂંટણીમાં ભાજપના વિરષ્ઠ નેતાઓને ટિકિટ ના મળ્યા બાદ પહેલીવાર કોઇ નેતાએ ખુલ્લેઆમ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ કાનપુરના મતદાતાઓના નામે પક્ષ લખી ચૂંટણી ના લડવાની વાતનો ખુલાસો કર્યો છે.

લોકસભા ચૂંટણી 2019: ટિકિટ ના મળતા દુ:ખી છે મુરલી મનોહર જોશી, કાનપુરવાસીઓને લખ્યો ભાવુક પત્ર

કાનપુર: લોકસભા ચૂંટણીમાં ભાજપના વિરષ્ઠ નેતાઓને ટિકિટ ના મળ્યા બાદ પહેલીવાર કોઇ નેતાએ ખુલ્લેઆમ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ કાનપુરના મતદાતાઓના નામે પક્ષ લખી ચૂંટણી ના લડવાની વાતનો ખુલાસો કર્યો છે. મુરલી મનોહર જોસીએ પત્ર લખી કહ્યું કે રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામલાલે મને લોકસભા ચૂંટણી ના લડવાની સલાહ આપી છે. તેમણે લખ્યું કે રામલાલની સાલહના આધાર પર તેઓ ચૂંટણી લડી રહ્યાં નથી.

fallbacks

fallbacks

મુરલી મનોહર જોશીના દિલ્હી કાર્યાલયની તરફથી આપવામાં આવેલા આ પત્રમાં લખ્યું છે કે ડિયર કાનપુરના વોટર્સ આ વખતે મારુ નામ ભાજપ ઉમેદવારોના લિસ્ટમાં નથી. રાષ્ટ્રી મહામંત્રી (સંગઠન) રામલાલની તરફથી જણાવવામાં આવ્યું છે કે કાનપુર જ નહીં, ક્યાંયથી પણ ચૂંટણી લડવી જોઈએ નહીં. જોકે આ પત્ર પર મુરલી મનોહર જોશીનું નામ છે, તેમના હસ્તાક્ષર નથી.

2014માં કાનપુરથી જીત્યા હતા ચૂંટણી
મુરલી મનોહર જોશીએ 2014ની લોકસભા ચૂંટણીમાં કાનપૂર બેઠકથી કેસરીયો લહેરાયો હતો. જોશીએ તેમના વિરોધી ઉમેદવારને 2.22 લાખતી વધારે અંતરથી જીત અપવી હતી. 2014ના આંકડા અનુસાર, જોશીને 4.74 લાખ વોટ મળ્યા હતા. ચૂંટણીની જાહેરાત પહેલા મુરલી મનોહર જોશીએ ઘણી યોજનાઓનું શિલાન્યાસ કર્યું હતું. કાનપુરને આપેલી ભેટ બાદ તેમની ચૂંટણી લડવાનો વિચાર ખૂબ વધારે છે.

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: પ્રિયંકાના અયોધ્યા પ્રવાસમાં ફેરફાર, આ રીતે કરશે રોડ શો

સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં પણ જોશી નથી
જણાવી દઇએ કે મંગળવાર સવારે ભાજપે યૂપીના સ્ટાર પ્રચારકોની લિસ્ટને જાહેર કરી હતી. આ લિસ્ટમાં પીએમ મોદી સહિત ઘણા દિગ્ગજ નેતાઓના નામ છે, પરંતુ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું નામ નથી.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More