Home> India
Advertisement
Prev
Next

BJP Leader ના PA એ નશાની આડમાં દુષ્કર્મ આચરી બનાવ્યો વીડિયો! Sonali Phogat ના ભાઈનો આરોપ

મોત પહેલાની રાત્રે PA સાથે ડાન્સ બાર ગઇ હતી સોનાલી ફોગાટ, એક જ રૂમમાં બન્ને રોકાયા હોવાનો થયો ખુલાસો...

BJP Leader ના PA એ નશાની આડમાં દુષ્કર્મ આચરી બનાવ્યો વીડિયો! Sonali Phogat ના ભાઈનો આરોપ

નવી દિલ્હી: ભાજપના નેતા અને ટિકટૉક સ્ટાર સોનાલી ફોગાટના મોત કેસમાં રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. સૂત્રોની માનીએ તો મોત વહેલાની રાત્રે સોનાલી ફોગાટ અને પીએ સુધીર સાંગવાન ગોવામાં રિસોર્ટમાં એક જ રૂમમાં હતા. રાત્રે 12.00 વાગ્યા બાદ બન્ને એક ડાન્સ બારમાં ગયા હતા. ત્યા ત્રણ-ચાર કલાક સમય વિતાવ્યા બાદ સોનાલી ફોગાટનું સ્વાસ્થ્ય ખરાબ થયુ હતુ. સ્વાસ્થ્ય ખરાબ થયા બાદ સુધીર સાંગવાન ફરી તેને રિસોર્ટના રૂમમાં લઇ ગયો હતો. સવારે જાણકારી મળી કે તે મૃત છે.

fallbacks

સોનાલી ફોગાટના કેસમાં મોટો ઘટસ્ફોટઃ
સોનાલી ફોગાટના મોતનું કારણ પોસ્ટ મોર્ટમ પછી જ સ્પષ્ટ થશે. મહત્વપૂર્ણ છે કે 3 સભ્યના ડૉક્ટરની પેનલ સોનાલી ફોગાટના શબનું પોસ્ટ મોર્ટમ કરી રહી છે. સોનાલીના ભાઇ ઢાકાનું કહેવુ છે કે ગોવાના તંત્રએ આશ્વાસન આપ્યુ છે કે પોસ્ટ મોર્ટમ બાદ બન્ને વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવશે.

પીએ એ નશાની આડમાં દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યોઃ
સોનાલી ફોગાટના ભાઇ રિંકૂ ઢાકાએ પીએ સુધીર સાંગવાન પર ગંભીર આરોપ લગાવ્યા છે, પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં સોનાલીના ભાઇએ આરોપ લગાવ્યા હતા કે તેમની બહેને જણાવ્યુ કે 3 વર્ષ પહેલા સુધીર સાંગવાને ભોજનમાં નશીલો પદાર્થ ભેળવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યુ હતુ અને વીડિયો પણ બનાવી લીધો હતો. તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો.

શું છે આખી ઘટના?
સોનાલી ફોગાટનું ગોવામાં 23 ઓગસ્ટે હાર્ટ એટેકથી મોત થયુ હતુ, તે સમયે ગોવામાં તેની સાથે PA સુધીર અને સુખવિંદર હતા. સુધીરે મંગળવાર સવારે 8 વાગ્યે સોનાલીના ભાઇને ફોન કરીને મોતની સૂચના આપી હતી. તે બાદ તેને ફોન ઉઠાવ્યો નહતો. સોનાલીના પરિવારનો આરોપ છે કે સુધીર અને સુખવિંદરે તેનું મર્ડર કર્યુ છે. સુધીર સોનાલીની પ્રૉપર્ટી હડપવા માંગે છે, માટે તેને સોનાલીની હત્યા કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More