નવી દિલ્હી: ભાજપના નેતા હેમંત બિસ્વા સરમા અને પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો છે. ભાજપે આ હુમલાનો આરોપ ટીએમસીના કાર્યકરો પર લગાવ્યો છે. આ હુમલો ખેજુરીમાં થયો. બે વાહનોને ભારે નુક્સાન પહોંચ્યું છે. ભાજપનો આરોપ છે કે ટીએમસીના કાર્યકરોએ કાફલા પર હુમલો કર્યો.
VIDEO: ભાન ભૂલ્યા મમતા બેનર્જી, કહ્યું-'મોદીને લોકશાહીનો લાફો મારવાનું મન થાય છે'
આસામના નાયબ મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા પણ આ કાફલામાં સામેલ હતાં. જો કે તેમને કોઈ નુકસાન પહોંચ્યું નથી. પરંતુ બે વાહનોમાં તોડફોડ કરાઈ. આ ઘટનાની જાણકારી મળતા જ સીઆરપીએફ ઘટના સ્થળે પહોંચી ગઈ. ભાજપનો આરોપ છે કે ટીએમસીના કાર્યકરોએ રસ્તા પર ચક્કાજામ કર્યો અને સીઆરપીએફને ઘટનાસ્થળે પહોંચવા દીધી નહીં.
જુઓ LIVE TV
ઘટના અંગે આસામના ડેપ્યુટી સીએમ હેમંત બિસ્વા સરમાએ ટ્વિટ કરી. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે ટીએમસીના ગુંડાઓ રોડની બંને બાજુ ઊભા છે. પશ્ચિમ બંગાળના પોલીસકર્મીઓ મૂકદર્શક બનીને ઊભા છે. શું આ નવું ભારત છે જેના આપણે સપના જોઈ રહ્યાં છીએ?
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે