Home> India
Advertisement
Prev
Next

8 વખતના ધારાસભ્ય સતીશ મહાના હશે યુપી વિધાનસભા અધ્યક્ષ, અખિલેશ યાદવે પણ કર્યું સમર્થન

સતીશ મહાના 8 વખતથી ધારાસભ્ય છે. તેઓ 5 વખત કાનપુર કેન્ટથી ધારાસભ્ય રહી ચુક્યા છે અને યોગી આદિત્યનાથ સરકારના પ્રથમ કાર્યકાળમાં ઔદ્યોગિક વિકાસમંત્રી હતી. 

8 વખતના ધારાસભ્ય સતીશ મહાના હશે યુપી વિધાનસભા અધ્યક્ષ, અખિલેશ યાદવે પણ કર્યું સમર્થન

લખનઉઃ ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય સતીશ મહાના 18મી ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ બનવા જઈ રહ્યાં છે. મહાનાએ સોમવારે અધ્યક્ષ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી અને કોઈપણ વિપક્ષી દળે તેમની વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભર્યુ નથી. ઉમેદવારી દાખલ કરવાનો અંતિમ સમય સોમવારે બપોરે 2 કલાક સુધી હતી. 

fallbacks

અખિલેશે સતીશ મહાનાનું કર્યુ સમર્થન
મહાનાનેએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે પ્રસ્તાવકોમાં જનસત્તા દળના રાજા ભૈયા પણ સામેલ હતા. તેમના ચૂંટાવાની જાહેરાત મંગળવારે કરવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષની પસંદગી માટે નેતા વિપક્ષ અખિલેશ યાદવે પણ સતીશ મહાનાને સમર્થન આપ્યુ છે. 

આ પણ વાંચો- Hijab Controversy: હિજાબ પહેરવો મુસ્લિમ મહિલાઓનો મૌલિક અધિકાર, સુપ્રીમમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દાખલ કરી અરજી  

તેઓ યોગી સરકારના પ્રથમ કાર્યકાળમાં ઔદ્યોગિક વિકાસ મંત્રી હતા. સતીશ મહાના, જેમણે આ વર્ષે રાજ્ય વિધાનસભામાં પોતાની આઠમી ચૂંટણી જીતી છે, તેઓ કાનપુરની મહારાજપુર વિધાનસક્ષા સીટનું પ્રતિનિધિત્વ કરે છે. 

સતીશ મહાના આઠ વખત ચૂંટાયા
મહત્વનું છે કે યુપી સરકાર 2.0ના શપથ ગ્રહણ દરમિયાન મંત્રીઓના લિસ્ટમાં સતીશ મહાનાનું નામ નહોતું ત્યારબાદ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેમને અધ્યક્ષ બનાવવામાં આવશે. ત્યારબાદ ભાજપ તરફથી તેમની ઉમેદવારી કરાવવામાં આવી. સતીશ મહાના આઠમી વખત જીતીને વિધાનસભા પહોંચ્યા છે. તેઓ 5 વખત કાનપુર કેન્ટથી ધારાસભ્ય રહી ચુકયા છે. કાનપુરની મહારાજપુર વિધાનસભા સીટથી તેઓ 2012થી ધારાસભ્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More