Delhi CM Announcement: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠક સવારે 11 વાગ્યે મળશે. જેમાં પ્રદેશ અધ્યક્ષ, દિલ્હી ચૂંટણી પ્રભારી અને તમામ સમિતિઓના સહ-પ્રભારી અલકા ગુર્જર સહિત દિલ્હી રાજ્યના તમામ અધિકારીઓ, કેટલાક નવા ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહેશે. મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત પહેલા આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ફાઈનલ થઈ ગયું દિલ્હી CMનું નામ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધારાસભ્યો વચ્ચે સર્વસંમતિ બનાવવા માટે આ બેઠક યોજવામાં આવી રહી છે. સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે, પાર્ટીએ સીએમ પદ માટે ચહેરાને લગભગ ફાઇનલ કરી લીધો છે અને ધારાસભ્યોના મંતવ્યો એકત્ર કરવા તેમજ બેઠકો દ્વારા એકતા જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કારણ કે આ પહેલા મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ 20 ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. આ તમામ ધારાસભ્યોને 10-10 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.
ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો ઝટકો, બુમરાહ થયો બહાર, આ ખેલાડીની થઈ એન્ટ્રી
નડ્ડાને મળ્યા હતા 10 ધારાસભ્યો
દિલ્હી ચૂંટણીમાં પાર્ટીની જીત બાદ ભાજપે સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં જેપી નડ્ડા સાથે ભાજપના ધારાસભ્યોની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નડ્ડાને મળેલા ધારાસભ્યોમાં વિજેન્દ્ર ગુપ્તા, રેખા ગુપ્તા, અરવિંદર સિંહ લવલી, અજય મહાવર, સતીશ ઉપાધ્યાય, શિખા રાય, અનિલ શર્મા, ડો. અનિલ ગોયલ, કપિલ મિશ્રા અને કુલવંત રાણાનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોમાં 3 થી 4 ચહેરા મુખ્યમંત્રી પદના દાવેદાર હોવાનું કહેવાય છે.
શનિ-સૂર્યની મહાયુતિથી 3 રાશિઓ નસીબ પલટાશે,સપનામાં નહીં વિચાર્યું હોય એવી મળશે સક્સેસ
લેફ્ટનન્ટ ગવર્નરને પણ મળ્યા ધારાસભ્યો
નડ્ડા પહેલા કેટલાક નવા ચૂંટાયેલા ધારાસભ્યો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળ્યા હતા. અરવિંદ કેજરીવાલને હરાવનાર નવી દિલ્હીના ધારાસભ્ય પ્રવેશ વર્મા, કૈલાશ ગેહલોત અને અરવિંદર સિંહ લવલી સહિત વિજેતા તમામ એલજી વીકે સક્સેનાને મળ્યા હતા. સોમવારે સાંજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બન્ને નેતાઓની આ બેઠકમાં દિલ્હીના આગામી સીએમ અંગે ચર્ચા થઈ હતી.
ખાંડ જ નહીં,ડાયાબિટીસના દર્દીઓએ માટે ઝેર છે આ 5 ફૂટ આઈટમ્સ;ભૂલથી પણ ન કરો ખાવાની ભૂલ
ક્યારે થશે દિલ્હીના સીએમનો શપથ ગ્રહણ સમારોહ ?
ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ નવા ચૂંટાયેલા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનું આયોજન દિલ્હીમાં કરવામાં આવશે. વડાપ્રધાન મોદી હાલ ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે છે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો જીતી છે, જ્યારે AAPને 22 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસનું ખાતું ખૂલ્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે