Home> India
Advertisement
Prev
Next

બંગાળમાં હિંસાનો દૌર ફરી શરૂ, હુમલામાં ઘાયલ થયા ભાજપના સાંસદ જયંત કુમાર રોય

સાંસદે કહ્યું કે રાજ્યમાં ચૂંટણી દરમિયાન ભાજપ (BJP) કાર્યકર્તાઓ સાથે હિંસા કરવામાં આવી હતી. એવામાં 13 હિંસા પીડિત ગત એક મહિનાથી જલપાઇગુડીના મંદિરમાં રહેતા હતા. તે શુક્રવારે આ પીડિત કાર્યકર્તાઓને મળીને પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજે 5 વાગે તેમના પર હુમલો થયો હતો.

બંગાળમાં હિંસાનો દૌર ફરી શરૂ, હુમલામાં ઘાયલ થયા ભાજપના સાંસદ જયંત કુમાર રોય

કલકત્તા: બંગાળની ચૂંટણી છતાં ભાજપ અને ટીએમસીમાં તણાવ ઓછા થવાનું નામ લેતા નથી. જલપાઇગુડીથી ભાજપના સાંસદ ડો. જયંત કુમાર રોય (Dr.Jayanta kumar Roy) પર હુમલો થયો છે. જયંત કુમાર રોયે આ હુમલાનો આરોપ TMC પર લગાવ્યો છે. 

fallbacks

જલપાઇગુડીમાં થયો હુમલો
જાણકારી અનુસાર ભાજપના સાંસદ ડો. જયંત કુમાર રોય (Dr.Jayanta kumar Roy) પર હુમલો જલપાઇગુડીમાં થયો છે. તેમના પર આ હુમલો ત્યારે થયો જ્યારે ચૂંટણીબ આદ હિંસાના લીધે બેધર થયેલા ભાજપ કાર્યકર્તાઓને મળીને પરત ફરી રહ્યા હતા. આ હુમલામાં તેમના સાથી ભાજપના 2 કાર્યકર્તા પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. 

હિંસા પીડિતોને મળવા પહોંચ્યા હતા
સાંસદે કહ્યું કે રાજ્યમાં ચૂંટણી દરમિયાન ભાજપ (BJP) કાર્યકર્તાઓ સાથે હિંસા કરવામાં આવી હતી. એવામાં 13 હિંસા પીડિત ગત એક મહિનાથી જલપાઇગુડીના મંદિરમાં રહેતા હતા. તે શુક્રવારે આ પીડિત કાર્યકર્તાઓને મળીને પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજે 5 વાગે તેમના પર હુમલો થયો હતો. જેમાં તેમના સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. જયંત કુમાર રોયે આ હુમલાનો આરોપ TMC પર લગાવ્યો છે. 

ડોક્ટર જયંત કુમાર રોય (Dr.Jayanta kumar Roy) એ કહ્યું કે 'લગભગ પાંચ વાગે ટીએમસીન ગુંડાઓએ હુમલો કર્યો. તેમણે મારા પર વાંસ અને ડંડા વડે હુમલો કર્યો. મારા હાથમાં અને માથા પર ઇજા પહોંચી છે. મારા અન્ય કાર્યકર્તાઓ પર પણ હુમલો થયો છે. પશ્વિમ બંગાળમાં કાનૂન વ્યવસ્થા બચી નથી. 

TMC કરી હુમલાની મનાઇ
તો બીજી તરફ TMC એ હુમલામાં પોતાની ભૂમિકાની મનાઇ કરી છે. પાર્ટીના જલપાઇગુડી જિલ્લા અધ્યક્ષ કૃષ્ણ કુમાર કલ્યાણીએ કહ્યું કે આ બધુ ભાજપના જુથવાદનું પરિણામ છે. તેમણે કહ્યું કે ભાજપ પોતાના આંતરિક વિવાદમાં થયેલા હુમલાનો આરોપ ટીએમસી પર લગાવી રહ્યું છે. આ એકદમ ખોટું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More