Home> India
Advertisement
Prev
Next

UP: આ BJP સાંસદે ECને ચૂંટણી ટાળવાની અપીલ કરી, કહ્યું- સ્મશાનમાં લાશોના ઢગલા થયા છે

ઉત્તર પ્રદેશમાં જે ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે જોતા ભાજપના સાંસદે પંચાયત ચૂંટણી ટાળવાની માગણી કરી છે. લખનૌમાં હાલત ચિંતાજનક છે.

UP: આ BJP સાંસદે ECને ચૂંટણી ટાળવાની અપીલ કરી, કહ્યું- સ્મશાનમાં લાશોના ઢગલા થયા છે

લખનૌ: ઉત્તર પ્રદેશમાં જે ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે જોતા ભાજપના સાંસદે પંચાયત ચૂંટણી ટાળવાની માગણી કરી છે. લખનૌમાં હાલત ચિંતાજનક છે. ભાજપના સાંસદ કૌશલ કિશોરે ટ્વીટ કરીને ચૂંટણી પંચને અપીલ કરી છે કે લખનઉમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ છે. લખનઉમાં હજારો પરિવાર કોરોનાની ઝપેટમાં ખરાબ રીતે બરબાદ થઈ રહ્યા છે. સ્મશાન ઘાટો પર લાશોના ઢગલા લાગ્યા છે. 

fallbacks

તેમણે લખ્યું કે હાલ ચૂંટણી જરૂરી નથી, લોકોના જીવ બચાવવા જરૂરી છે. આથી ચૂંટણી પંચે તત્કાળ ધ્યાનમાં લઈને લખનૌમાં પંચાયત ચૂંટણીને નિર્ધારિત તિથિથી એક મહિનો આગળ વધારવી જોઈએ. કૌશલ કિશોર લખનૌના મોહનલાલ ગંજ બેઠકથી ભાજપના સાંસદ છે. તેઓ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ છે. તેમણે પોતાની ટ્વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે સીએમઓ ઓફિસને પણ ટેગ કર્યા છે. 

યુપીમાં 13 દિવસમાં 8 ગણઆ એક્ટિવ કોરોના કેસ
ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ 13 દિવસમાં જ 7 ગણા વધી ગયા છે. એક દિવસમાં કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા પણ 9 ગણી વધી ગઈ છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યામાં પણ લગભગ 8 ગણો વધારો થયો છે. એક એપ્રિલના રોજ પ્રદેશમાં 2600 નવા કેસ મળ્યા હતા. જ્યારે 9 લોકોના મોત થયા હતા. ત્યારે એક્ટિવ કેસ 11918 હતા. જ્યારે 13 એપ્રિલના રોજ 18021 કેસ મળ્યા અને 85 મોત થયા. જ્યારે એક્ટિવ કેસ  95980 થયા છે. 

લખનૌ, પ્રયાગરાજ, કાનપુર, વારાણસી સંવેદનશીલ
ઉત્તર પ્રદેશના અપર મુખ્ય સ્વાસ્થ્ય સચિવ અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે લખનૌ, પ્રયાગરાજ, કાનપુર અને વારાણસીમાં વધુ સાવધાની વર્તવાની જરૂર છે. આ ચારેય જિલ્લા હાલ ખુબ સંવેદનશીલ છે. આ ચારેય જિલ્લામાંથી લગભગ 80 ટકા નવા કેસ આવી રહ્યા છે. પીએમ મોદીએ યુપીમાં પ્રતિ દિન ઓછામાં ઓછા દોઢ લાખ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ તમામ જિલ્લામાં કોવિડ સેન્ટર ફરીથી શરૂ કરવા કહ્યું  છે. 

Corona Update: દેશમાં કોરોનાની સુનામીથી તમામ રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 1.84 લાખથી વધુ કેસ, 1027ના મોત

UP: હાઈકોર્ટે યોગી સરકારને લગાવી 'ફટકાર', કહ્યું- 3 અઠવાડિયાનું લોકડાઉન લગાવવા પર વિચાર કરો

Lockdown માં નોકરી ગઈ તો પતિ બની ગયો જિગોલો!, લેપટોપમાં નગ્ન PHOTOS જોતા પત્નીએ લીધુ આ પગલું

Scientists એ તૈયાર કરી અનોખી Microchip, જાણો કોરોનાને હરાવવામાં કેવી રીતે કરશે મદદ

Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More