Home> India
Advertisement
Prev
Next

BJP સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ જેને દેખાડી હતી ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી', તે છોકરી મુસ્લિમ પ્રેમી સાથે ભાગી ગઈ

The Kerala Story Case: ફિલ્મ ધ કેરાલા સ્ટોરી અંગે અનેક વિવાદો થયા. રાઈટ વિંગ સંગઠનોએ આ ફિલ્મને ખુલ્લેઆમ સમર્થન કર્યું. અનેક જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ છોકરીઓને આ ફિલ્મ દેખાડી અને તેમાંથી શીખ લેવાની વાત કરી. આવું જ કઈક ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ પણ કર્યું હતું

BJP સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ જેને દેખાડી હતી ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી', તે છોકરી મુસ્લિમ પ્રેમી સાથે ભાગી ગઈ

The Kerala Story Case: ફિલ્મ ધ કેરાલા સ્ટોરી અંગે અનેક વિવાદો થયા. રાઈટ વિંગ સંગઠનોએ આ ફિલ્મને ખુલ્લેઆમ સમર્થન કર્યું. અનેક જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ છોકરીઓને આ ફિલ્મ દેખાડી અને તેમાંથી શીખ લેવાની વાત કરી. આવું જ કઈક ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ પણ કર્યું હતું. હવે રિપોર્ટ્સ છે કે સાધ્વી પ્રજ્ઞાએ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં જે છોકરીને ધ કેરાલા સ્ટોરી દેખાડી હતી તે તેના મુસ્લિમ પ્રેમી સાથે  ભાગી ગઈ છે. 

fallbacks

રિપોર્ટ્સ મુજબ સાધ્વી પ્રજ્ઞાએ આ છોકરીને ફિલ્મ જોયા બાદ સલાહ આપી હતી કે તે તેના પ્રેમી યુસુફથી અંતર જાળવી લે. 30મી મેના રોજ આ છોકરીના લગ્ન થવાના હતા પરંતુ તે પહેલા જ તે તેના પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ગઈ. એવું કહેવાય છે કે તે તેની સાથે કેટલાક દાગીના અને કેશ પણ લેતી ગઈ છે. હવે છોકરીના ઘરવાળાઓએ ભોપાલના કમલાનગર પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરી છે. 

માઉન્ટ આબુ, સાપુતારા છોડો..ગુજરાતના આ હિલ સ્ટેશને ક્યારેય ગયા છો ખરા? જુઓ અદભૂત Pics

બિહારમાં હાલમાં જે બ્રિજ તૂટ્યો તેના કોન્ટ્રાક્ટર જ બનાવી રહ્યા છે ગુજરાતના બે બ્રિજ

કોચિંગ વગર કઈ રીતે ક્રેક કરી શકાય UPSCની પરીક્ષા? જરુર વાંચો આ Important Books

ઘરવાળાના આરોપને છોકરીએ ફગાવ્યા
છોકરીના ઘરવાળાઓએ આરોપ લગાવ્યા છે કે યુસુફે તેમની પુત્રીને ફસાવી લીધી છે અને લઈને ભાગી ગયો. આરોપ છે કે યુસુફે તેમની પુત્રીના નામે લોન પણ લીધી છે અને EMI ચૂકવવા માટે મજબૂર પણ કરી છે. જો કે છોકરીએ કહ્યું  કે તે તેની મરજીથી ભાગી છે. એવું પણ કહેવાય છે કે યુસુફ તેના વિસ્તારનો હિસ્ટ્રીશીટર છે અને ત્યાં તેના વિરુદ્ધ અનેક કેસ પણ દાખલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More