Home> India
Advertisement
Prev
Next

ભાજપના ઉત્તર-પશ્ચિમ દિલ્હી સીટના સાંસદ ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા

ભાજપ દ્વારા ઉદિત રાજના બદલે દિલ્હીની ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટ પર પંજાબી ગાયક હંસરાજ હંસને ઉમેદવાર બનાવાયા છે, તેનાથી નારાજ ઉદિત રાજ બુધવારે સવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા અને પછી તેમની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા 

ભાજપના ઉત્તર-પશ્ચિમ દિલ્હી સીટના સાંસદ ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ટિકિટ કપાઈ જવાથી નારાજ સાંસદ ઉદિત રાજ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ભાજપ દ્વારા ઉદિત રાજના બદલે દિલ્હીની ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટ પર પંજાબી ગાયક હંસરાજ હંસને ઉમેદવાર બનાવાયા છે, તેનાથી નારાજ ઉદિત રાજ બુધવારે સવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા અને પછી તેમની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

fallbacks

ઉદિત રાજ દિલ્હીની ઉત્તરપશ્ચિમ બેઠક પરથી સાંસદ છે. ભાજપે આ બેઠક માટે લોકસભા સીટ પર મૌન જાળવી રાખ્યું હતું. ઉદિત રાજને આશા હતી કે તેમને ટિકિટ મળશે, પરંતુ ભાજપે છેલ્લી ઘડીએ તેમની ટિકિટ કાપીને પંજાબી ગાયક હંસરાજ હંસને ઉમેદવાર બનાવાયા છે. 

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી લડતા રોકવાની સત્તા અમારી પાસે નથીઃ NIA કોર્ટ

ભાજપ દ્વારા આ પ્રકારનો વ્યવહાર કરાયાથી નારાજ ઉદિત રાજે બુધવારે ટ્વીટ કર્યું કે, 'જો ભાજપે તેમને પહેલા જ જણાવી દીધું હોત કે તેમને ટિકિટ આપવામાં આવશે નહીં તો તેમેને આટલું 'દુખ' ન થતું.'

ઉદિત રાજે બુધવારે સવારે રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી અને પછી ત્યાર બાદ રાહુલ ગાંધીની હાજરીમાં જ તેમણે કોંગ્રેસનું સભ્યપદ મેળવ્યું હતું. ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાતા ભાજપ દ્વારા તેના સોશિયલ મીડિયા ગ્રૂપમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. 

ઝારખંડમાં પીએમ મોદીનો લલકાર, શું કહ્યું? જુઓ વીડિયો

લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More