કોલકત્તાઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ સમયે બંગાળના પ્રવાસે છે અને આજે ગુરૂવારે પ્રવાસ દરમિયાન તેમના કાફલા પર હુમલો થયો તથા ત્યારબાદ ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો ખેલ શરૂ થઈ ગયો છે. મમતા બેનર્જીએ હુમલાને ભાજપનું નાટક ગણાવ્યું કો નડ્ડાએ કહ્યુ કે, મમતાને પ્રશાસન વિશે જાણકારી નથી.
તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી હુમલાને ભાજપનું નાટક ગણાવ્યા બાદ ભડકેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આયોજીત પીસીમાં કહ્યુ કે, મમતા બેનર્જીને તંત્ર વિશે જાણકારી નથી. હુમલાખોરોને રોકવા પોલીસનું કામ છે. બંગાળમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખુબ ખરાબ છે.
નડ્ડાએ કહ્યુ કે, મમતા પ્રશાસન પાસે હવે કોઈ આશા રહી ગઈ નથી. મમતા સરકારમાં પ્રશાસન નામની કોઈ વસ્તુ નથી. બંગાળને ખોટા લોકોએ હાથમાં લઈ લીધું છે. તેમણે કહ્યુ કે, મમતા સરકારમાં અરાજકતા હાવી થઈ ગઈ છે.
કિસાન નેતાઓની જાહેરાત, PM મોદીએ કૃષિ કાયદાને રદ્દ ન કર્યા તો રેલવે પાટા પર વિરોધ પ્રદર્શન થશે
મમતાને નમસ્તે કહેવાનો નિર્યણઃ નડ્ડા
લોકોની મમતા બેનર્જી સરકાર પર નારાજગી વિશે નડ્ડાએ કહ્યુ કે, રાજ્યના લોકોએ હવે મમતા દીદીને નમસ્તે કહેવાનો નિર્ણય કરી લીધો છે. ડાયમંડ હાર્બરમાં લોકો જે રીતે ભેગા થયા અને અમારૂ સમર્થન કર્યુ તે જણાવે છે કે લોકોએ મમતા સરકાર વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય કરી લીધો છે.
તેમણે કહ્યું કે, અમે એક રાજકીય પાર્ટી છીએ. અમે ઈન્દિરા ગાંધી સામે લડી ચુક્યા છીએ. તે તો મમતા બેનર્જી છે. જનતા તે લોકોની સત્તા છીનવી લે છે જે સત્તામાં લોકોને ભૂલી જાય છે.
ભાજપના ગુંડાઓએ મનીષ સિસોદિયાના ઘર પર કર્યો હુમલો, આપે લગાવ્યો ગંભીર આરોપ
બંગાળમાં અસહિષ્ણુતાનો માહોલઃ નડ્ડા
ભાજપના અધ્યક્ષે આજે બંગાળના પ્રવાસ વિશે કહ્યુ, હું આજે તમારી સાથે બંગાળમાં પોતાના બે દિવસીય પ્રવાસ પર પોતાના અનુભવ શેર કરી રહ્યો છું. આ તે વાતનું પ્રમાણ છે કે બંગાળમાં કાયદાના સ્થાને ઉપદ્રવ અને અસિષ્ણુતાનો માહોલ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે