નવી દિલ્હીઃ રાજ્યસભા સાસંદ અને કર્ણાટક ભાજપના નેતા અશોક ગાસ્તીનુ ગુરૂવારે બેંગલુરૂમાં નિધન થયું છે. તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને 2 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે કર્ણાટકમાં પછાત વર્ગ આયોગના અધ્યક્ષના રૂપમાં કાર્ય કરનાર ભાજપના નેતા અશોક ગસ્તીએ આ વર્ષે 22 જુલાઈએ રાજ્યસભા સાસંદના રૂપમાં શપથ લીધા હતા.
કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ભાજને સંગઠિત અને મજબૂત બનાવવાનો શ્રેય ગાસ્તીને જાય છે. ગાસ્તી 18 વર્ષની ઉંમરના હતા ત્યારે તેઓ ભાજપમાં જોડાયા અને કર્ણાટક ભાજપના યુવા મોર્ચાના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
Saddened to hear about the untimely demise of Ashok Gasti (in file pic), Rajya Sabha MP from Karnataka. My condolences to the bereaved family: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/3wYMb5NmDZ
— ANI (@ANI) September 17, 2020
બુધવારે કોરોનાથી લોકસભા સાંસદનું થયું હતું મૃત્યુ
આંધ્ર પ્રદેશમાં તિરુપતિના સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવનું બુધવારે સાંજે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં નિધન થયું હતું. યુવજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (વાઈએસઆર)ના નેતાનુ મૃત્યુ કોરોના સંક્રમણને કારણે થયું હતું. બલ્લી દુર્ગા છેલ્લા થોડા સમયથી બીમાર હતા અને વધુ સારવાર માટે તેમને 15 દિવસ પહેલા ચેન્નઈ મોકલવામાં આવ્યા હતા. તેમના નિધન પર પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું હતું. આ સિવાય આંધ્રના મુખ્યમંત્રીએ પણ શોક વ્યક્ત કર્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે