Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્ર: BJPએ બહાર પાડ્યું સંકલ્પ પત્ર, જ્યોતિબા ફૂલે-સાવરકરને ભારત રત્ન આપવાની માંગ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે. સંકલ્પ પત્રમાં ભાજપે મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને વીર સાવરકરને બારત રત્ન આપવાની માગણી કરી છે.

મહારાષ્ટ્ર: BJPએ બહાર પાડ્યું સંકલ્પ પત્ર, જ્યોતિબા ફૂલે-સાવરકરને ભારત રત્ન આપવાની માંગ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે. સંકલ્પ પત્રમાં ભાજપે મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને વીર સાવરકરને બારત રત્ન આપવાની માગણી કરી છે. આ ઉપરાંત સંકલ્પ પત્રમાં એક કરોડ લોકોને રોજગાર આપવાની, 2022 સુધીમાં પ્રત્યેક ઘરને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાની અને ખેડૂતોને 12 કલાક વીજળી આપવા જેવા અનેક લોભામણા વચનો જનતાને અપાયા છે. 

fallbacks

PMC બેંકના ખાતામાં જમા હતાં 80 લાખ, પ્રદર્શન બાદ ખાતા ધારકનું હાર્ટ એટેકથી મોત 

આ અવસરે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આ સંકલ્પ પત્ર ફક્ત એક પત્ર નથી પરંતુ ખુબ ઊંડાણપૂર્વક બનાવવામાં આવેલ પત્ર છે. બધાનો સાથ, બધાનો વિકાસ અને બધાનો વિશ્વાસ આ સંકલ્પ પત્રનો આત્મા છે. 

જુઓ LIVE TV

સંકલ્પ પત્રના પ્રમુખ વાયદા...
- આવનારા પાંચ વર્ષોમાં એક કરોડ નોકરીઓનું નિર્માણ કરીશું. 
- આવનારા 5 વર્ષોમાં કૃષિમાં વપરાતી વીજળીને સૌર ઉર્જા પર આધારિત કરીને ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી ઉપલબ્ધ કરાવીશું. 
- 2022 સુધીમાં પ્રત્યેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવીશું, મૂળભૂત સુવિધાઓ માટે કેન્દ્ર સરકારના સહયોગથી 5 લાખ કરોડ રૂપિયા રોકાણ કરીશું. 
- આવનારા 5 વર્ષોમાં મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત કરીશું. 
- પશ્ચિમથી વહેનારી નદીઓના પાણીને ગોદાવરીની ઘાટીમાં રોકીને મરાઠાવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ભાગોમાં પહોંચાડીશું. 
- 2022 સુધીમાં પ્રત્યેક ઘરને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવીશું. 
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના માધ્યમથી બધી વસ્તીઓને 12 મહિના સુધી ખુલ્લી રહેતી સડકો સાથે જોડવામાં આવશે. 
- ગ્રામ સડક યોજનાના બીજા તબક્કાના માધ્યમથી 30,000 કિમીની ગ્રામીણ સડકોનું નિર્માણ કરીશું. 
- ભારત નેટ અને મહારાષ્ટ્ર નેટના માધ્યમથી સંપૂર્ણ મહારાષ્ટ્રને ઈન્ટરનેટથી જોડીશું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More