Home> India
Advertisement
Prev
Next

રડતી બાળકીનો વીડિયો શેર કરી વરૂણ ગાંધીએ પોતાની જ પાર્ટીને ઘેરી, જાણો સમગ્ર મામલો

Varun Gandhi Tweet Unnao Video: વીડિયો ઉન્નાવના બાંગરમઉની પાસે ટોલા નામક એક ગામનો છે, જ્યાં વિદ્યાર્થીને સ્કૂલના ગેટની બહાર રાખ્યા બાદ ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી જોવા મળી હતી. આ બાળકોને પરીક્ષા છૂટી ગઇ હતી.

રડતી બાળકીનો વીડિયો શેર કરી વરૂણ ગાંધીએ પોતાની જ પાર્ટીને ઘેરી, જાણો સમગ્ર મામલો

Varun Gandhi Tweet Unnao Video: ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ એકવાર ફરી પોતાની જ પાર્ટીને કઠેડામાં ઉભા કરી દીધા છે. વરૂણ ગાંધીએ એક રડતી બાળકીનો વીડિયો શેર કરી સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નૈતિકતાનો પાઠ ભણાવ્યો છે. સાથે જ ભાજપ પર સવાલ તાક્યા છે. યૂપીના ઉન્નાવના આ વીડિયોમાં એક બાળકીની ફી જમા ન થતાં પરીક્ષામાં ન બેસવા ન દીધી. વરૂણ ગાંધીએ તેના માટે નૈતિક રૂપથી સરકારને જવાબદાર ગણાવતાં રડતી બાળકીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.  

fallbacks

વરૂણ ગાંધીએ ટ્વીટ કર્યો વીડિયો
તેમણે વીડિયો ટ્વીટ કરતાં લખ્યું કે આ પુત્રીના આંસૂ લાખો બાળકોના દર્દ બતાવે છે, જેમને ફી ન આપતાં અપમાન સહન કરવું પડે છે. આ સુનિશ્વિત કરવું દરેક જિલ્લાના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની નૈતિક જવાબદારી છે કે આર્થિક તંગી બાળકોના શિક્ષણમાં વિધ્ન ન બને. તેમણે પોતાની પાર્ટીની સરકાર પાસે પણ જવાબ માંગ્યો. તેમણે ખાનગી સંસ્થાઓ પર નિશાન સાધતાં કહ્યું કે માનવતાને ભૂલવું ન જોઇએ. શિક્ષણ કોઇ વ્યવસાય નથી. 

ઉન્નાવના બાંગરમઉનો મામલો 
વીડિયો ઉન્નાવના બાંગરમઉની પાસે ટોલા નામક એક ગામનો છે, જ્યાં વિદ્યાર્થીને સ્કૂલના ગેટની બહાર રાખ્યા બાદ ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી જોવા મળી હતી. આ બાળકોને પરીક્ષા છૂટી ગઇ હતી. છઠ્ઠા ક્લાસમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થી અપૂર્વ સિંહે કહ્યું કે મેં  (સ્કૂલ મેનેજમેન્ટ) ને કહ્યું હતું કે પપ્પા આજે ફી લઇને આવશે, પરંતુ તેમણે મને બહાર કરી દીધી. 

જાણો શું છે સમગ્ર મામલો
એક સ્થાનિક ભાજપ નેતાએ પછી બાલ વિદ્યા મંદિર સ્કૂલમાં બાળકીનું ઓક્ટરબરથી માર્ચ (3,000 રૂપિયા) ના બાકી ચૂકવ્યા. જનતાના દબાણ બાદ સ્કૂલ મેનેજમેન્ટે પણ કહ્યું કે ફી ચૂકવણીની સ્થિતિ છતાં આ વિદ્યાર્થીઓને મંગળવારે છૂટી ગયેલી પરીક્ષા આપવાની તક મળશે. આ તાત્કાલિક ખબર ન પડી શકી બાકી કયા ધોરણના હતા અને તેમનું કેટલું બાકી હતું. સપ્ટેમ્બર બાદથી ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓને ટ્યૂશન ફી ભરી ન હતી. તે સ્કૂલની બહાર ઉભા હતા અને રડી રહ્યા હતા. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક વહિવટીતંત્રએ તપાસ શરૂ કરી દીધી છે. તેમાં સ્કૂલ મેનેજમેન્ટના હવાલેથી કહેવામાં આવ્યું છે કે આ વિદ્યાર્થી માટે છૂટી ગયેલી પરીક્ષા ફરી આયોજિત કરવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More