Home> India
Advertisement
Prev
Next

નવજોત સિદ્ધુ દેશના હિતોની કિંમત પર પાકિસ્તાની PMને વખાણી રહ્યા છે: BJP

એક તરફ પાકિસ્તાન શીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોર ખોલવાની વાત કરી રહ્યું છે, બીજી તરફ તેના સેના પ્રમુખ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી રહ્યા છે

નવજોત સિદ્ધુ દેશના હિતોની કિંમત પર પાકિસ્તાની PMને વખાણી રહ્યા છે: BJP

ચંડીગઢ : ભાજપે શનિવારે આરોપ લગાવ્યો કે પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ દેશનાં હિતો પર પોતના મિત્ર પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનને ખુશ કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ તરૂણ ચુધે અહીં એક નિવેદનમાં કહ્યું કે, એક તરફ પાકિસ્તાન શીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોર ખોલવાની રજુઆત કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેનું સેના પ્રમુખ ભારતને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી રહ્યું છે. 

fallbacks

ચુઘે આરોપ લગાવ્યો કે, સિદ્ધુ પોતાનાં દેશનાં હિતોની કિંમત પર પોતાના મિત્ર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને ખુશ કરી રહ્યા છે. તે ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે કે સિદ્ધુ વડાપ્રધાન ઇમરાન ખાનના વકાણ કરી રહ્યા છે અને એક એવા પ્રસ્તાવ મુદ્દે તેમને ધન્યવાદ આપી રહ્યા છે જે હજી સુધી અધિકારીક રીતે ભારતને મળ્યું જ નથી. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, સિદ્ધુએ શુક્રવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાને ઐતિહાસિક કરતારપુર સાહેબ ગુરૂદ્વારા સુધી શીખ તીર્થયાત્રીઓની સીધી પહોંચને અનુમતી આપવાનો નિર્ણય લીધો છે. ભાજપ નેતાએ કહ્યું કે, ખુબ જ વિચિત્ર બાબત છે કે  પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવા ભારતે ધમકી આપી રહ્યો  છે અને સિદ્ધુને તેની (બાજવા) આંખોમાં શાંતિ અને સૌહાર્દ જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં તેઓ પાકિસ્તાનના પ્રવક્તા તરીકે કામ કરી રહ્યા છે. ભારતના એક ચૂંટાયેલા સભ્યની ગરીમાને નુકસાન પહોંચાડી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More