નવી દિલ્હી: રાફેલ લડાકુ વિમાનની ખરીદી પ્રક્રિયાની તપાસની માગવાળી અરજી સુપ્રીમ કોર્ટ દ્વાર નકારી કાઢવામાં આવતા ભાજપે આરોપ લગાવનારી કોંગ્રેસની સામે આક્રમક વલણ દર્શાવ્યું છે. કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટી હેવ સોમવારે દેશભરના 70 શહેરોમાં એક સાથે પ્રેસ કોન્ફરેન્સ આયોજીત કરશે. તે દરમિયાન પાર્ટી કેન્દ્ર સરકારની સામે ષડયંત્ર રચનાર અને દેશની રક્ષાની સાથે છેડછાડ કરવાને લઇ કોંગ્રેસનો પર્દાફાશ કરશે.
વધુમાં વાંચો: પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસ માટે રાષ્ટ્રીય સુરક્ષાનું ક્ષેત્ર આવકનો સ્રોત
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા, મુખ્યમંત્રી ,પૂર્વ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ તેની તૈયારીઓમાં લાગ્યાં છે. દેશના 70 અલગ-અલગ જગ્યાઓ પર પ્રેસ કોન્ફરેન્સનું આયોજન તે દિવસે થશે. જે દિવસે કોંગ્રેસ પાર્ટીના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તેમની સરકાર બનાવાની ઉજવણી કરવામાં આવી રહી હશે. જણાવી દઇએ કે 17 ડિસેમ્બરે રાજસ્થાનમાં કોંગ્રેસના નેતા અશોક ગહેલોત અને મધ્યપ્રદેશમાં કમલનાથ મુખ્યમંત્રી પદની સપથ લેશે.
રાહુલ ગાંધી માફી માગવા કહ્યું
આ મામલે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફ્રાંસની સાથે રાફેલ વિમાન સોદા મામલે પ્રધાનમંત્રી અને સરકારની સામે ખોટુ બોલવા માટે માફી માંગવી જોઇએ અને કહ્યું કે તેમની સરકાર પર હુમલો કરવા માટે સૂચનાના સ્રોતો વિષે પણ ખુલાસો કરવો જોઇએ. સુપ્રીમ કોર્ટમાં આ મામલે તેની તપાસની માગવાળી અરજી નકારી કાઢવામાં આવ્યા બાદ તાત્કાલીક પ્રેસ કોન્ફરેન્સને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે સત્યની જીત થઇ અને રાહુલના જૂઠની હાર થઇ છે. ચૂકાદા સંદર્ભ આપતા શાહે કહ્યું કે કોર્ટે વિમાનની ખરીદી પ્રક્રિયા પર સંતુષ્ટી જાહેર કરી છે અને મામલે તપાસની માગવાળી અરજીને નકારી કાઢી છે.
વધુમાં વાંચો: AgustaWestland કૌભાંડ: મિશેલની વકીલને ધરપકડનો ભય, કહ્યું- હું જાણું છું તેના ઘણા રહસ્યો
કોંગ્રેસના નેતાઓનાં મોઢા પર તમાચો
અમિત શાહે કહ્યું કે કોર્ટ સરકારની આ દલિલથી સંમત થઇ કે સોદાથી દેશના નાણાકીંય રૂપથી ફાયદો થયો. તેમણે કહ્યું કે, કોર્ટે પણ માન્યું કે પાડોશી દેશોની વાયુસેના ચૌથા અને પાંચમી પેઢીના વિમાનોથી લેસ છે. એટલા માટે દેશના હિતમાં વિમાનોની ખરીદીમાં વાર લગાવવી જોઇએ નહીં અને તેને રોકવું પણ જોઇએ નહીં. શાહે કહ્યું કે, કોર્ટે એવું પણ કહ્યું છે કે, ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં ભારત સરકારની કોઇ ભૂમિકા નથી. આ કોંગ્રેસ નેતાઓના મોઢા પર તમાચો છે.
વધુમાં વાંચો: જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં છે, ત્યાં ખેડૂતો પીડિત છે: પીએમ મોદી
શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલે ચુકાદો આપતા કેન્દ્ર સરકારને ક્લિન ચીટ આપી છે. કોર્ટે તેમના ચુકાદામાં કહ્યું હતું કે, રાફેલ ડીલ પ્રક્રિયામાં કોઇ ખામી થઇ નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ તેમના ચુકાદામાં કહ્યું હતું કે અમે આ મામલે ત્રણ પોઇન્ટ- ડીલ લેવાની પ્રક્રિયા, કિંમત અને ઓફસેટ પાર્ટનર પસંદગીની પ્રક્રિયા પર વિચાર કર્યો અને જોવા મળ્યું કે કિંમતની સમીક્ષા કરવું કોર્ટનું કામ નથી. જ્યારે એરક્રાફ્ટની જરૂરીયાતને લઇ કોઇ સંદેહ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે