Home> India
Advertisement
Prev
Next

હૈદરાબાદઃ તેલંગણામાં ભારતીય જનતા પાર્ટી તમામ સીટો પર ચૂંટણી લડશે- અમિત શાહ

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની સાથે તેલંગણામાં પણ આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે. 

 હૈદરાબાદઃ તેલંગણામાં ભારતીય જનતા પાર્ટી તમામ સીટો પર ચૂંટણી લડશે- અમિત શાહ

હૈદરાબાદઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની આગામી વિધાનસભાની ચૂંટણીની સાથે તેલંગણામાં પણ સંભવિત ચૂંટણીને જોતા તમામ પાર્ટીઓ રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે. શનિવારે હૈદરાબાદ પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જાહેરાત કરી કે તેલંગણામાં સંભવિત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તમામ સીટો પર લડશે. તેમણે કહ્યું કે, પ્રદેશમાં ભાજપ મજબૂત અને નિર્ણાયક ભૂમિકામાં ઉભરશે. 

fallbacks

હૈદરાબાદમાં મીડિયા સાથે વાત કરતા અમિત શાહે ટીઆરએસના પ્રમુખ અને તેલંગણાના મુખ્યપ્રધાન કેસી રાવ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, કેસી રાવ પહેવા વન નેશન, વન ઈલેક્શનનું સમર્થન કરતા હતા. પરંતુ હાલના સમયમાં તેની પાર્ટીએ આ મુદ્દા પર પોતાનું વલણ બદલી નાખ્યું છે અને નાના રાજ્ય (તેલંગણા) ને બે ચૂંટણી (લોકસભા અને વિધાનસભા)નો ખર્ચ ઉઠાવવા માટે મજબૂર કર્યું છે. 

તેમણે કહ્યું, હું તેલંગણાના મુખ્યપ્રધાનને પૂછવા ઈચ્છું છું કે આખરે તેમણે રાજ્યની જનતા ઉપર આ ખર્ચ કેમ નાખ્યો. 

તેમણે કહ્યું, શું અલ્પસંખ્યકોને 12 ટકા અનામત આપવી તુષ્ટિકરણની રાજનીતિ નથી. તેઓ જાણે છે કે અમારૂ બંધારણ ધર્મ પર આધારિત અનામત આપવાની મંજૂરી આપતું નથી. તેમણે કહ્યું કે, હાલની સરકાર રાજ્યમાં પરત આવી ગઈ તો પ્રદેશમાં વોટબેંકની રાજનીતિ ચાલુ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More