Home> India
Advertisement
Prev
Next

ભાજપને આ વખતે મળી શકે 210 સીટ, NDAની બનશે સરકારઃ શિવસેના

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે મંગળવારે જણાવ્યું કે, 2014માં બનેલી સરકાર ભાજપની હતી, જ્યારે હવે પછીની સરકાર NDAની બનશે 

ભાજપને આ વખતે મળી શકે 210 સીટ, NDAની બનશે સરકારઃ શિવસેના

મુંબઈઃ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે મંગળવારે જણાવ્યું કે, 2014માં બનેલી સરકાર ભાજપની હતી, જ્યારે હવે પછીની સરકાર NDAની હશે. રાજ્યસભાના સબ્ય એવા સંજય રાઉતે જણાવ્યું કે, તેમણે વર્ષ 2014માં રાજકીય પરિસ્થિતમાં પરિવર્તનનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું અને હવે 2019ની લોકસભા ચૂંટણીની વર્તમાન રાજકીય સ્થિતિનું પુર્વાનુમાન વ્યક્ત કરી રહ્યા છે. રાઉતે જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને લગભગ 210 સીટો મળી શકે છે. સાથે જ તેમણે જણાવ્યું કે, NDAને 300 સીટ મળશે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા આ વખતે 7 તબક્કામાં લોકસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ યોજાશે, જ્યારે અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ યોજાશે. 23 મેના રોજ પરિણામ જાહેર કરાશે. 

ભાજપની સૌથી જૂની સહયોગી પાર્ટી શિવસેનાના નેતા રાઉતે જણાવ્યું કે, ભાજપના હજુ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ જોવા મળતો નથી, પરંતુ જો ભાજપને 200 કરતાં ઓછી સીટ મળશે તો નવા વડા પ્રધાનું નામ નક્કી કરવામાં NDAના ઘટક પક્ષોની ભૂમિકા મહત્વની બની જશે. 2014ની લોકભા ચૂંટણીમાં ભાજપને 282 સીટ મળી હતી, જે 1984ની લોકસભા ચૂંટણી પછી કોઈ પાર્ટીને મળેલી સૌથી વધુ સીટ હતી. 

'સાથી' : સપા-બસપા ગઠબંધનનો નવો 'લોગો', સાઈકલ અને હાથીનો છે સાથ

રાઉને જ્યારે પુછવામાં આવ્યું કે શું તમને લાગે છે કે મોદીએ તાજેતરના દિવસોમાં પોતાનો આક્રમક અંદાજ છોડી દીધો છે. આ અંગે તેમણે જણાવ્યું કે, દરેક જણે વિનમ્ર રહેવું જોઈએ. તેમણે જણાવ્યું કે, "તમારે લોકો સામે નમવું જ પડશે. કોઈ તેમનો નેતા બની શકે નહીં. ન નેહરુ, ન અંગ્રેજ કે પછી મોગલ પણ આવા બની શક્યા ન હતા. તમારે વિનમ્ર બનવું જ પડશે."

લોકસભા ચૂંટણી 2019: હવે પ્રચારમાં મીમીક્રી કરવી પણ આચરસંહિતાનો ભંગ ગણાશે

રાઉતે જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંદીએ રાફેલ કરારનો મુદ્દે અત્યંત આક્રમક રીતે ઉઠાવ્યો હતો, પરંતુ પુલવામા હુમાલ પછી આ મુદ્દો હવે ખોવાઈ ગયો છે. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More