Home> India
Advertisement
Prev
Next

BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમની નવી ટીમની કરી જાહેરાત, અહીં જાણો શું થયા ફરેફાર

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પદાધિકારીઓની નવી ટીમ જાહેરાત થઇ ગઇ છે. પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (JP Nadda)એ થોડા સમય પહેલા તેની જાહેરાત કરી છે. આ વખતે ભાજપની નવી ટીમમાં તમામ રાજ્યોથી યુવાઓ અને મહિલાઓને તક આપવામાં આવી છે. જેપી નડ્ડાના અધ્યક્ષ બન્યા બાદ આ પ્રથમ મોટો ફેરફાર છે

BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમની નવી ટીમની કરી જાહેરાત, અહીં જાણો શું થયા ફરેફાર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના પદાધિકારીઓની નવી ટીમ જાહેરાત થઇ ગઇ છે. પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (JP Nadda)એ થોડા સમય પહેલા તેની જાહેરાત કરી છે. આ વખતે ભાજપની નવી ટીમમાં તમામ રાજ્યોથી યુવાઓ અને મહિલાઓને તક આપવામાં આવી છે. જેપી નડ્ડાના અધ્યક્ષ બન્યા બાદ આ પ્રથમ મોટો ફેરફાર છે.

fallbacks

આ પણ વાંચો:- Corona Latest Update: 24 કલાકમાં 85 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત, જાણો મૃત્યુઆંક

ભાજપે પહેલી વખત 12 રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે. નવી ટીમમાં દરેક રાજ્યને બરાબરીની ભાગીદારી આપી છે. મહિલાઓ અને યુવાઓની પસંદગી કરી છે. તેજસ્વી સૂર્યાને ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. ભાજપે રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ, પી મુરલીધર રાવ, અનિલ જૈન અને સૂરજ પાંડેની જગ્યાએ નવા ચહેરાને તક આપવામાં આવી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની નવી ટીમમાં ગુજરાતના એક માત્ર મહિલા સાંસદને સ્થાન મળ્યું છે. ગુજરાતના સાંસદ ડો. ભારતીબેન શિયાળને ભાજપની નવી ટીમમાં રાષ્ટ્રી ઉપાધ્યક્ષ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- 29 સપ્ટેમ્બરથી બદલાઈ રહી છે શનિની ચાલ, આ રાશિઓની શરૂ થશે સાડાસાતી પનોતી

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમની નવી ટીમની જાહેરાત એવા સમયે કરી જ્યારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં દેશના ઘણા રાજ્યોમાં લોકસભા અને વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે. ચૂંટણી પંચ અનુસાર, બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 28 ઓક્ટોબર, બીજો તબક્કો 3 નવેમ્બર અને ત્રીજો તબક્કો 7 નવેમ્બરના પૂર્ણ થશે. જ્યારે મત ગણતરી 10 નવેમ્બરના કરવામાં આવશે.

fallbacks

fallbacks

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More