Home> India
Advertisement
Prev
Next

કાળિયાર શિકાર કેસઃ શું સલમાને ફરી જેલના સળિયા ગણવા પડશે? જામીન રદ્દ થવાની સંભાવના

ન્યાયાધિશ ડી.જે. ગ્રામીણ ચંદ્રકુમારે સખત રીતે નારાજ થતાં કટક શબ્દોમાં ઝાટકમી કાઢી છે 
 

કાળિયાર શિકાર કેસઃ શું સલમાને ફરી જેલના સળિયા ગણવા પડશે? જામીન રદ્દ થવાની સંભાવના

જોધપુરઃ સલમાન ખાનને કાળિયાર શિકાર કેસમાં મળેલી 5 વર્ષની જેલની સજાના વિરોધમાં સજા માફી અંગે આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી. જોકે, સુનાવણી દરમિયાન જે ઘટના ઘટી તેને જોતાં લાગે છે કે આગામી દિવસોમાં સલમાન ખાનની મુશ્કેલીમાં વધારો થશે. કેમ કે, કોર્ટે સલમાન ખાનની ગેરહાજરી મુદ્દે ભારે નારાજગી વ્યક્ત કરી છે. 

fallbacks

જામીન થઈ શકે છે રદ્દ
ન્યાયાધિશે જણાવ્યું કે, સલમાન ખાને કોર્ટમાં હાજર થવું પડશે. જો, આગામી સુનાવણી દરમિયાન સલમાન ખાન હાજર નહીં થાય તો તેના જામીન રદ્દ કરી દેવામાં આવશે. કેમ કે, છેલ્લી સુનાવણી દરમિયાન સલમાન ખાનના વકીલે તેને હાજર કરવામાં આવશે તેવું વચન આપ્યું હતું. ન્યાયાધિશ ડી.જે. ગ્રામીણ ચંદ્રકુમાર સોનગરાએ ભારે નારજગી વ્યક્ત કરતા સલમાનના વકીલને ઝાટકી નાખ્યા છે. સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતે આ મુદ્દે ન્યાયાધિશ સમક્ષ માફીનામું રજુ કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે, 5 એપ્રિલ, 2018ના રોજ જોધપુર જિલ્લા કોર્ટના મુખ્ય ન્યાયાધિશ દેવકુમાર ખત્રીએ લગભગ બે દાયકા જૂના કાળિયાર શિકાર કેસમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનને દોષી સાબિત કરતાં 5 વર્ષની સજા ફટકારી હતી. તેની સાથે જ રૂ.10,000નો દંડ પણ ફટકાર્યો હતો. 

આ કેસમાં સહઆરોપી અભિનેતા સૈફ અલી ખાન, અભિનેત્રી નીલમ, સોનાલી બેન્દ્રે અને તબ્બને શંકાના લાભના આધારે આરોપોમાંથી મુક્ત કરી દેવાયા હતા. સજા ફટકાર્યા પછી સલમાન ખાનને કસ્ટડીમાં લેવાયો હતો અને તે 7 એપ્રિલ સુધી જેલમાં રહ્યો હતો. ત્યાર પછી 7 એપ્રિલના રોજ જિલ્લા અને સત્ર ન્યાયાલયે સલમાન ખાન સામેના કેસમાં કરાયેલી સુનાવણીના મુદ્દે નીચલી અદાલતની સજા પર સ્ટે આપતાં તેને શરતો સાથે જામીન આપ્યા હતા. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More