Home> India
Advertisement
Prev
Next

અમૃતસરના નિરંકારી ભવનમાં મોટો ગ્રેનેડ હુમલો, 3ના મોત, અનેક ઘાયલ

નિરંકારી હુમલામાં ગ્રેનેડ હુમલો એવા સમયે થયો, જ્યારે નિરંકારી ભવનમાં સત્સંગ ચાલી રહ્યો હતો, અને ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ઉલ્લેખનીય છે કે, પંજાબ પોલીસે ત્રણ દિવસ પહેલા જ હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. 
 

અમૃતસરના નિરંકારી ભવનમાં મોટો ગ્રેનેડ હુમલો, 3ના મોત, અનેક ઘાયલ

નવી દિલ્હી : પંજાબના અમૃતસરમાં રવિવારે મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. અહીંના રાજાસાંસી ગામમાં આવેલ નિરંકારી ભવનમાં અંદર રહેલ શ્રદ્ધાળુઓ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ ગ્રેનેડ હુમલામાં 3 લોકોના મરવાના સમાચાર આવ્યા છે. આ હુમલામાં કુલ 10 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. 

fallbacks

fallbacks

નિરંકારી હુમલામાં ગ્રેનેડ હુમલો એવા સમયે થયો, જ્યારે નિરંકારી ભવનમાં સત્સંગ ચાલી રહ્યો હતો, અને ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ઉલ્લેખનીય છે કે, પંજાબ પોલીસે ત્રણ દિવસ પહેલા જ હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ હુમલા પાછળ કોનો હાથ છે. પરંતુ ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. સાથે જ કેટલાક સાક્ષીઓનું કહેવું છે કે, બે યુવકો બાઈક પર આવ્યા હતા અને નિરંકારી ભવન પર ગ્રેનેડ ફેંકીને ફરાર થઈ ગયા હતા. તેમનું કહેવું છે કે, ગ્રેનેડ ફેંકનારાઓ મધ્યમ ઉંમરના હતા. 

વિસ્ફોટ બાદ વિસ્તારમાં અફરાતફરીનો મોહાલ છવાઈ ગયો હતો. પોલીસ અને સ્થાનિક મેનેજમેન્ટ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને સંભાળવાના પ્રયાસોમાં લાગી ગયું છે. આ ધમાકા પાછળ કટ્ટરપંથીઓનો પણ હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More