Home> India
Advertisement
Prev
Next

Corona Update: કોરોનાના નવા કેસમાં તોતિંગ ઉછાળો, આ શહેરમાં વાયરસના પ્રકોપના કારણે લેવાયો મોટો નિર્ણય 

મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના વાયરસના વધતા કેસને જોતા બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ વર્ક ફ્રોમ હોમ માટે આદેશ જાહેર કર્યો છે. બીએમસી (BMC) એ પોતાના અધિકારવાળા ક્ષેત્રમાં આવતી તમામ શાળાઓના ટીચર્સ અને અન્ય સ્ટાફને આગામી આદેશ સુધી ઘરેથી કામ કરવાના નિર્દેશ આપ્યા છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોવિડ 19 (Covid 19) ના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કેન્દ્ર સરકારે તેને કોરોના (Corona Virus) ની બીજી લહેરની શરૂઆત ગણાવી છે. 

Corona Update: કોરોનાના નવા કેસમાં તોતિંગ ઉછાળો, આ શહેરમાં વાયરસના પ્રકોપના કારણે લેવાયો મોટો નિર્ણય 

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના વાયરસના વધતા કેસને જોતા બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ વર્ક ફ્રોમ હોમ માટે આદેશ જાહેર કર્યો છે. બીએમસી (BMC) એ પોતાના અધિકારવાળા ક્ષેત્રમાં આવતી તમામ શાળાઓના ટીચર્સ અને અન્ય સ્ટાફને આગામી આદેશ સુધી ઘરેથી કામ કરવાના નિર્દેશ આપ્યા છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોવિડ 19 (Covid 19) ના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કેન્દ્ર સરકારે તેને કોરોના (Corona Virus) ની બીજી લહેરની શરૂઆત ગણાવી છે. 

fallbacks

ઈ-લર્નિંગ દ્વારા ઘરેથી અભ્યાસ
BMC ના નિર્દેશ મુજબ 17 માર્ચથી 12માં ધોરણ સુધીના તમામ બોર્ડ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનું કહેવામાં આવ્યું છે. આ અગાઉ 50 ટકા ટીચિંગ સ્ટાફને શાળાએ આવવાની મંજૂરી હતી અને ટીચર્ચને શાળા પરિસરમાં ઓનલાઈન ક્લાસ લેવાની મંજૂરી હતી. પરંતુ હવે નવા સર્ક્યૂલર મુજબ ઈ-લર્નિંગ દ્વારા ઘરેથી અભ્યાસ થશે. 

મુંબઈમાં દૈનિક કેસની સંખ્યા 2 હજાર નજીક
સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ મંગળવારે છેલ્લા 24 કલાકમાં મુંબઈ (Mumbai) માં કોરોના વાયરસના 1922 કેસ સામે આવ્યા હતા. સતત સાતમા દિવસે 1500થી વધુ કેસ નોંધાયા. આ અગાઉ સોમવારે કોવિડ-19ના 1712 કેસ નોંધાયા હતા. જ્યારે રવિવારે 1962 કેસ નોંધાયા હતા. 

ભારતમાં કોરોનાના સતત વધી રહ્યા છે કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona Virus) ના નવા 28,903 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,14,38,734 પર પહોંચી ગયો છે. જેમાંથી 2,34,406 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. 1,10,45,284  લોકો કોરોનાને માત આપવામાં સફળ નીવડ્યા છે. એક જ દિવસમાં કોરોનાથી 188 લોકોએ જીવ ગુમાવ્યો છે. કુલ મૃત્યુનો આંકડો 1,59,044 પર પહોંચી ગયો છે. કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 3,50,64,536 લોકોને રસી આપવામાં આવી છે. 

કોરોનાની બીજી લહેરની શરૂઆત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કેન્દ્ર સરકારે તેને કોરોનાની બીજી લહેરની શરૂઆત ગણાવી છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગત સપ્તાહ કેન્દ્રીય ટીમની મુલાકાત બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને એક પત્ર લખ્યો છે. કેન્દ્રીય ટીમે જણાવ્યું કે મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે અને સંક્રમણને રોકવા માટે કારગર ઉપાય અજમાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે ટ્રેકિંગ, ટેસ્ટિંગ, અલગ અલગ મામલા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું જરૂરી છે. 

મહારાષ્ટ્રમાં રિપ્રોડક્શન નંબર 1.34
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું રિપ્રોડક્શન (પ્રજનન) નંબર કે આર નંબર 1.34 છે. આર નંબરનો અર્થ છે એક સંક્રમિત વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. એટલે કે વાયરસ ફેલાવવાની ક્ષમતા કેટલી છે. જો આ નંબર એકથી વધુ હોય તો મહામારી વધવાની આશંકા વધુ રહે છે. અહીં જો કોરોનાના કેસ ઘટાડવા હોય તો આર નંબરને 1 થી નીચે લાવવો પડશે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ નાગપુર, ઔરંગાબાદ, અમરાવતી, થાણે, અને મુંબઈમાં સૌથી વધુ છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાના 17થી વધુ નવા કેસ
મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 17864 નવા કેસ સામે આવ્યા. જ્યારે 87 દર્દીઓના મોત થયા. આ વર્ષે પ્રતિદિન સામે આવતા કેસમાં આ આંકડો સૌથી વધારે છે. હાલ મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 23,47,328 થઈ છે જ્યારે મૃતકોની સંખ્યા  52,996 થઈ છે. રાજ્યામાં હાલ 1,38,813 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 21,54,253 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

Coronavirus 2nd Wave: શું ફરીથી આવશે લોકડાઉન? PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More