નવી દિલ્હી: બિહારના મોતિહારીથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં સિકરહના નદીમાં હોડી પલટી જતા 22 લોકો ડૂબી ગયા. સ્થાનિકોએ અત્યાર સુધીમાં 6 મૃતદેહો બહાર કાઢ્યા છે. મળતી માહિતી મુજબ ઘટનાસ્થળે અનેક મોટા અધિકારીઓ હાજર છે. રેસ્ક્યૂ ટીમ લોકોને બહાર કાઢવામાં લાગી છે.
આ દુર્ઘટના શિકારગંજ પોલીસ મથક હદના ગોઢિયા ગામમાં ઘટી. નાવ પલટી જવાથી 22 લોકો ડૂબી ગયા. સ્થાનિકોએ જણાવ્યું કે હોડીમાં 20થી 25 લોકો સવાર હતા. મોઢિયા ગામમાં અચાનક હોડી પલટી જતા અફરાતફરી મચી ગઈ. મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસનના અધિકારીઓ પહોંચી ગયા છે. સ્થાનિકો પણ ભેગા થયા છે.
તાજેતરમાં જ બિહારના પશ્ચિમ ચંપારણમાં પણ આવી હોડી ડૂબી જવાની ઘટના ઘટી હતી. ત્યારે પણ હોડીમાં 25 લોકો સવાર હતા. ક્ષમતા કરતા વધુ લોકોને હોડીમાં બેસાડવાના કારણે હોડીએ બેલન્સ ગુમાવ્યું હતું અને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હોડીમાં સવાર પશુઓ પણ ડૂબી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે