Home> India
Advertisement
Prev
Next

કબૂતરોને દાણા નાખવા પર થઈ શકે છે જેલ, કોર્ટનો કડક નિર્ણય

Feeding Pigeons : શું તમે પણ એવા લોકોમાંથી એક છો જે રસ્તાઓ પર કે જાહેર સ્થળોએ કબૂતરોને દાણા નાખે છે ? તો આ સમાચાર તમારા માટે છે. હવે જો તમે આવું કરશો તો તમે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ શકો છો. બુધવારે, બોમ્બે હાઈકોર્ટે કબૂતરોને દાણા નાખનારાઓને ઠપકો આપ્યો છે અને કડક સૂચનાઓ પણ આપી છે.

કબૂતરોને દાણા નાખવા પર થઈ શકે છે જેલ, કોર્ટનો કડક નિર્ણય

Feeding Pigeons : પક્ષીઓને ખવડાવવું અને પાણી પીવડાવવું એ એક પુણ્યનું કામ માનવામાં આવે છે, પરંતુ જો તમે શેરીઓમાં અથવા જાહેર સ્થળોઅ કબૂતરોને દાણા નાખશો તો તે હવે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તાજેતરમાં, બોમ્બે હાઈકોર્ટે આ અંગે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે તેને જાહેર ઉપદ્રવ અને સ્વાસ્થ્ય માટે ખતરો ગણાવ્યો છે. કોર્ટે ઠપકો આપતા કહ્યું કે, 'અમારા સ્પષ્ટ મતે આવા કૃત્યો જાહેર ઉપદ્રવમાં આવે છે અને રોગો ફેલાવવાનું જોખમ રહેલું છે, જે માનવ જીવન માટે ખતરો ઉભો કરી શકે છે.'

fallbacks

જસ્ટિસ જી.એસ. કુલકર્ણી અને જસ્ટિસ આરિફ ડોક્ટરની બેન્ચે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ પલ્લવી પાટિલ, સ્નેહા વિસારિયા અને સવિતા મહાજન દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને દાદર (પશ્ચિમ) અને અન્ય કબૂતરખાનાઓમાં કબૂતરોને દાણા નાખનારાઓ સામે FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે.

'આદેશ છતાં કબૂતરોને દાણા નાખવાનું ચાલુ'

કોર્ટ નારાજ હતી કે કબૂતરોને દાણા નાખવા પર પ્રતિબંધ મૂકવાની નીતિ અને હાઈકોર્ટે તેના અગાઉના આદેશોમાં વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હોવા છતાં કબૂતરોને દાણા નાખવાનું ચાલુ રાખ્યું હતું. આદેશ પસાર કરતા કોર્ટે કહ્યું, 'હવે કાયદાની ઘોર અવગણનાની ઉભરતી પરિસ્થિતિને કારણે આ પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ છે, જેઓ અમારા અગાઉના આદેશ છતાં કબૂતરોને દાણા નાખવાનું ચાલુ રાખી રહ્યા છે, જેમાં કબૂતરોને ખોરાક આપવા અને એકત્રિત કરવાના સમર્થનમાં દાખલ કરાયેલી અરજીઓ ફગાવી દેવામાં આવી હતી અને હવે નાગરિક અધિકારીઓને આ સંદર્ભમાં તેમની ફરજો બજાવવાથી અટકાવવામાં આવી રહ્યા છે.'

ટ્રકની પાછળ લખેલા 'Horn Ok Please' અને 'OK TATA' શબ્દોનો શું અર્થ થાય છે ?

ચેપ અને અન્ય સ્વાસ્થ્ય જોખમ

કોર્ટે હાઇલાઇટ કર્યું કે પક્ષીઓની ભીડને કારણે, આવા વિસ્તારોમાં રહેતા લોકો ચેપ અને અન્ય સ્વાસ્થ્ય જોખમમાં ફસાઈ શકે છે. જ્યારે કોર્ટે આ મહિનાની શરૂઆતમાં BMCને મહાનગરમાં કોઈપણ વારસાગત 'કબુતરખાના' (કબૂતરોને ખવડાવવા માટેની જગ્યા) તોડી પાડવાથી રોકી દીધી હતી. કબૂતરોને દાણા નાખવાની પરવાનગી નકારી કાઢવામાં આવી હતી.

શું છે સમગ્ર ઘટના ?

આ મામલો બીએમસી દ્વારા 'કબુતરખાના' તોડી પાડવાને પડકારતી પ્રાણી પ્રેમીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીમાંથી ઉભો થયો હતો. દલીલ કરવામાં આવી હતી કે આ પગલું પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કાયદાનું ઉલ્લંઘન છે. જોકે, કોર્ટે અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, 'કબૂતરોના આવા અનિયંત્રિત અને ગેરકાયદેસર મેળાવડાથી માનવ સ્વાસ્થ્યની સલામતી અને પ્રભુત્વ સાથે ચેડા કરી શકાય નહીં.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More