મુંબઇ: બોમ્બે હાઈકોર્ટે આજે કંગના રનૌત (Kangana Ranaut) ને મોટી રાહત આપતા તેની ઓફિસના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવા પર રોક લગાવી છે. અભિનેત્રીએ બીએમસીની કાર્યવાહીને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી. કંગના શિવસેનાની ધમકી છતાં આજે મુંબઇ આવવા નીકળી અને હવે તે પહોંચવાની તૈયારીમાં છે. મોહાલીથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે તે મુંબઇ જવા નીકળી હતી.
BMCએ ઓફિસમાં કરી તોડફોડ, કંગનાએ કહ્યું- 'ફરી બનશે રામ મંદિર, જય શ્રી રામ'
Bombay High Court stays BMC's demolition at Kangana Ranaut's property, asks the civic body to file reply on actor's petition pic.twitter.com/VaoeBSOnay
— ANI (@ANI) September 9, 2020
કંગના રનૌતને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વાય પ્લસ સિક્યુરિટી કવર આપવામાં આવ્યું છે. એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. જો કે તે મુંબઇ પહોંચે તે પહેલા જ બીએમસીએ કાર્યવાહી કરીને તેની ઓફિસમાં ખુબ તોડફોડ કરી નાખી. લગભગ બે કલાક સુધી કંગનાની ઓફિસની અંદર અને બહાર હથોડા અને જેસીબીથી તોડફોડની કાર્યવાહી કરાઈ.
રિયાએ ડ્રગ્સની જાળમાં ફસાવી રાખ્યો હતો? સુશાંતના મોત પહેલાના VIDEO જોઈને બધા સ્તબ્ધ
Maharashtra: Visuals from Chhatrapati Shivaji Maharaj International Airport in Mumbai.
Actor Kangana Ranaut to arrive at the airport shortly. pic.twitter.com/xgwryJ0ugr
— ANI (@ANI) September 9, 2020
બીએમસીના કર્મચારીઓ જો કે હવે તો ઓફિસમાંથી નીકળી ગયા છે. હાઈકોર્ટે આ મામલે હાલ સ્ટે લગાવી દીધો. એટલે કે હવે આગળ આવી કોઈ કાર્યવાહી થશે નહી. એરપોર્ટ પર હાલ મોટી સંખ્યામાં સીઆઈએસએફના જવાનો હાજર છે. એરપોર્ટ પર પહોંચેલા રામદાસ આઠવલેની પાર્ટીના લોકોનું કહેવું છે કે કંગનાને તેઓ સુરક્ષા આપવા આવ્યાં છે. પાર્ટીના નેતાએ દાવો કર્યો છે કે કંગનાએ રામદાસ આઠવલેને ફોન કર્યો હતો. અને સુરક્ષાની ગુહાર લગાવી હતી.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે