Home> India
Advertisement
Prev
Next

'શારીરિક ઈચ્છા વગર સગીરાની પીઠ અને માથા પર હાથ ફેરવવો એ મર્યાદાનું અપમાન નથી', કોર્ટે રદ્દ કરી સજા

બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે 28 વર્ષની એક વ્યક્તિની સજાને રદ કરતા ટિપ્પણી કરી કે કોઈ પણ શારીરિક ઈચ્છા વગર સગીરાની પીઠ અને માથા પર ફક્ત હાથ ફેરવવાથી તેની મર્યાદા ભંગ થતી નથી. આ મામલે આરોપી વિરુદ્ધ મર્યાદા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. 

'શારીરિક ઈચ્છા વગર સગીરાની પીઠ અને માથા પર હાથ ફેરવવો એ મર્યાદાનું અપમાન નથી', કોર્ટે રદ્દ કરી સજા

બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે 28 વર્ષની એક વ્યક્તિની સજાને રદ કરતા ટિપ્પણી કરી કે કોઈ પણ શારીરિક ઈચ્છા વગર સગીરાની પીઠ અને માથા પર ફક્ત હાથ ફેરવવાથી તેની મર્યાદા ભંગ થતી નથી. આ મામલે આરોપી વિરુદ્ધ મર્યાદા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા જિલ્લા કોર્ટે આરોપીને છ માસની સજા સંભળાવી હતી. 

fallbacks

આ મામલે 2012નો છે જ્યારે 18 વર્ષના દોષિત પર 12 વર્ષની છોકરીના મર્યાદા ભંગ કરવાના આરોપમાં કેસ દાખલ થયો હતો. પીડિતાના જણાવ્યાં મુજબ આરોપીએ તેની પીઠ અને માથા પર હાથ ફેરવીને કમેન્ટ કરી હતી કે તે મોટી થઈ ગઈ છે. ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની એકલ પીઠે સજાને રદ કરતા કહ્યું કે દોષિત તરફથી કોઈ પણ શારીરિક ઈચ્છા નહતી અને તેના કથનથી સંકેત મળે છે કે તેણે પીડિતાને એક બાળકી તરીકે જોઈ હતી. સૌથી મહત્વપૂર્ણ મહિલાની લજ્જા ભંગ કરવાનો ઈરાદો ધરાવો એ છે. 

વિદાય ટાણે અચાનક વરરાજા કપડાં ફાડવા લાગ્યા, લોકોએ હાથમાં ચપ્પલ ....જાણીને સ્તબ્ધ થશો

PM મોદીના કારણે  પુતિન બદલશે રણનીતિ? G20 બેઠકમાં ભાગ લેવા આવી શકે છે ભારત

ચૂપચાપ આવ્યો અને મહિલાને પકડીને ચુંબન કરીને ભાગી ગયો યુવક...ચોંકાવનારો Video 

બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે ફરિયાદી પક્ષ કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે કે આરોપીની છોકરીની મર્યાદા ભંગ કરવાની ઈચ્છા હતી. પીઠે કહ્યું કે આરોપીના નિવેદનથી નિશ્ચિત રીતે સંકેત મળે છે કે તેણે તે છોકરીને એક બાળકી તરીકે જોઈ હતી અને આથી તેણે કહ્યું કે તે મોટી થઈ ગઈ છે. ફરિયાદી પક્ષ મુજબ 15 માર્ચ 2012ના રોજ અપીલકર્તા જે ત્યારે 18 વર્ષનો હતો, પીડિતાના ઘરે ગયો હતો. ત્યારે તેણે તેની પીઠ અને માથાને સ્પર્શ કર્યો અને કહ્યું કે તે મોટી થઈ ગઈ છે. ફરિયાદી પક્ષ મુજબ છોકરી અસહજ થઈ ગઈ અને મદદ માટે બૂમો પાડી. 

ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવતા છ મહિનાની સજા થઈ જેના વિરુદ્ધ વ્યક્તિએ હાઈકોર્ટમાં આદેશ સામે અપીલ દાખલ કરી હતી. પોતાના આદેશમાં હાઈકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટે આ મામલે ભૂલ કરી હતી. પ્રથમ દ્રષ્ટિએ કોઈ પણ શારીરિક ઈરાદા વગર એક અચાનક થયેલી કાર્યવાહી દેખાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More