Home> India
Advertisement
Prev
Next

વિદ્યાર્થીને મારનાર વ્યક્તિને મુખ્યમંત્રીએ ભણાવ્યો પાઠ, ખૂબ વાયરલ થઇ રહ્યો છે VIDEO

ઝારખંડમાં એક માથાભારે છોકરાને વિદ્યાર્થી સાથે ખરાબ વર્તન કરવું ભારે પડ્યું છે. મુખ્યમંત્રી હેમંત સોરેન પોતેએ આરોપી વિરૂદ્ધ પોલીસને એક્શન લેવાના નિર્દેશ આવ્યા અને થોડીવારમાં આરોપીને કસ્ટડીમાં લીધો. સ્કૂલના વિદ્યાર્થીને નિર્દયતાપૂર્વક મારઝૂડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સીએમ સોરેને પોલીસ તંત્રને આ મામલે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

વિદ્યાર્થીને મારનાર વ્યક્તિને મુખ્યમંત્રીએ ભણાવ્યો પાઠ, ખૂબ વાયરલ થઇ રહ્યો છે VIDEO

Jharkhand boy apprehended after CM Soren tweets: ઝારખંડમાં એક માથાભારે છોકરાને વિદ્યાર્થી સાથે ખરાબ વર્તન કરવું ભારે પડ્યું છે. મુખ્યમંત્રી હેમંત સોરેન પોતેએ આરોપી વિરૂદ્ધ પોલીસને એક્શન લેવાના નિર્દેશ આવ્યા અને થોડીવારમાં આરોપીને કસ્ટડીમાં લીધો. સ્કૂલના વિદ્યાર્થીને નિર્દયતાપૂર્વક મારઝૂડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સીએમ સોરેને પોલીસ તંત્રને આ મામલે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

fallbacks

સીએમ સોરેનને પોલીસને આપ્યા નિર્દેશ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોના મામલે મુખ્યમંત્રી હેમંત સોરેને સંજ્ઞાન લેતા રવિવારે પાકુડના કમિશ્નર તથા પોલીસ અધિક્ષકને તપાસ કરી કાર્યાવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વાયરલ વીડિયો પાકુડ જિલ્લાના મહેશપુર પોલીસ સ્ટેશનનો ગણાવવામાં આવ્યા છે. 

ઘણા બધા પ્રયત્નો બાદ આરોપીની ધરપકડ
જેને સંજ્ઞાનમાં રાખતાં પોલીસ પ્રભારી સુનીલ કુમાર રવિએ ઘટનાની તપાસ કરી. તેમણે લોકોને વીડિયોને બતાવી પીડિતા તથા મારનાર યુવકોની ઓળખ કરવાનો પ્રયત્ન કર્યો. ખૂબ પ્રયત્નો બાદ પોલીસે આખરે કિશોર આરોપીની ધરપકડ કરી લીધી છે. તેને જુવેનાઇલ કોર્ટમાં મોકલવામાં આવશે. 

વાયરલ થઇ રહ્યો છે વીડિયો
સુનીલ કુમાર રવિએ જણાવ્યું હતું કે ગત થોડા દિવસોથી એક યુવક દ્રારા આદિવાસી વિદ્યાર્થી સાથે મારઝૂડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોને ગોડ્ડા કોલેજની પ્રોફેસર રજની મુર્મૂએ ટ્વિટર દ્રારા મુખ્યમંત્રીને ટૈગ કરતાં તેને મહેશપુર પોલીસ સ્ટેશનની ઘટના ગણાવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

સીએમએ ટ્વીટ કર્યો વીડિયો
તેમણે ટ્વીટ કર્યું કે વિદ્યાર્થી મહેશપુરના હથીમારા સ્થિત સંત સ્ટાનલિયુસ હાઇસ્કૂલમાં ભણે છે, જ્યારે આરોપી યુવક રોલાગ્રામ ગામનો રહેવાસી છે. આ સૂચનાના આધાર પર મુખ્યમંત્રી હેમંત સોરેને સંજ્ઞાન લેતાં પાકુડે ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષકને તપાસ કરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More