Home> India
Advertisement
Prev
Next

બોયફ્રેન્ડે મુખ્યમંત્રીને ટ્વીટ કરી કહ્યું- લગ્ન પર પ્રતિબંધ લગાવી દો, ગર્લફ્રેન્ડે આપ્યો જવાબ

પ્રેમમાં લોકો એટલા ડૂબી જાય છે કે ક્યારેક અજબગજબ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. બિહારમાં પણ આવો મામલો સામે આવ્યો છે. 

બોયફ્રેન્ડે મુખ્યમંત્રીને ટ્વીટ કરી કહ્યું- લગ્ન પર પ્રતિબંધ લગાવી દો, ગર્લફ્રેન્ડે આપ્યો જવાબ

પટનાઃ Boyfriend Tweet Viral : પ્રેમમાં લોકો ઘણીવાર એવી રીતે પાગલ થઈ ગાય છે કે અજબગજબ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. બિહારમાં પણ આવો મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં એક વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડના લગ્ન રોકવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારને સગાઈ-લગ્ન પર પ્રતિબંધ લગાવવા વિનંતી કરી દીધી.

fallbacks

મુખ્યમંત્રીને કરી વિનંતી
બિહારના મુખ્યમંત્રીએ 13 મેએ ટ્વીટ કરી જાણકારી આપી કે કોરોના વાયરસ સંક્રમણને કારણે બિહારમાં આાગમી 10 દિવસ એટલે કે 16થી 25 મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્વીટ જોયા બાદ પંકજ કુમાર ગુપ્તા નામના એકાઉન્ટે પોતાની ગર્લફ્રેન્ડના લગ્ન રોકવા માટેની વિનંતી કરી દીધી. 

મુખ્યમંત્રીના ટ્વીટ પર કરી કોમેન્ટ
નીતીશ કુમારના ટ્વીટ પર પંકજે કોમેન્ટ બોક્સમાં લખ્યુ- સર જો લગ્ન-સમારોહ પર પણ પ્રતિબંધ લાગી જાય તો મારી ગર્લફ્રેન્ડના લગ્ન 19 મેએ હતા, તે પણ રોકાય જાત. હું તમારો જીવનભર આભારી રહીશ. આ ટ્વીટ બાદ નવ્યા કુમારી નામના એકાઉન્ટથી જવાબ આવે છે. 

ગર્લફ્રેન્ડે આપ્યો રસપ્રદ જવાબ
નવ્યાએ કોમેન્ટમાં જવાબ લખ્યો- તું જ્યારે મને છોડી પૂજા સાથે વાત કરવા ગયો હતો ત્યારે હું ખુબ રડતી હતી પંકજ. આજે હું ખુશીથી લગ્ન કરી રહી છું તો આમ ન કર પ્લીઝ. પરંતુ પંકજ ભલે હું લગ્ન કોઈ અન્ય સાથે કરુ તું દિલમાં હંમેશા રહીશ. લગ્નમાં જરૂર આવશે, હું તને જોઈને વિદાય લેવા ઈચ્છુ છું. પરંતુ આ ટ્વીટ સાચુ છે કે નહીં, તેની જાણકારી મળી શકી નથી. પરંતુ આ ટ્વીટ વાયરલ થયા બાદ લોકો મજા લઈ રહ્યાં છે. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More